પાર્થ પવારની કંપની દ્વારા વધુ એક કૌભાંડ: ડેરી વિભાગની 40 હેક્ટર જમીનની ઉચાપતનો આરોપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર પુણેના કોરેગાંવ પાર્કમાં 40 એકરનો પ્લોટ ખરીદ્યો હતો. ત્યારબાદ આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. હવે તેમની કંપની પર વધુ એક જમીન કૌભાંડ કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે એવો દાવો કર્યો છે કે પાર્થ પવારની કંપનીએ પુણેમાં ડેરી વિભાગની 35 હેક્ટર જમીન પચાવી પાડી છે. તેમણે એવી માગણી પણ કરી છે કે આ મામલે પણ કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો : અજિત પવારના પુત્ર સાથે જોડાયેલી પેઢી દ્વારા રૂ. 300 કરોડના જમીન સોદોઃ રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો
સપકાળે શનિવારે કહ્યું હતું કે, તાજેતરમાં, પાર્થ પવાર દ્વારા ડેરીની જમીન સંબંધી ગેરરીતિ પ્રકાશમાં આવી છે. 35 હેક્ટરથી વધુ જમીન વેચાઈ ગઈ છે. જ્યારે આઈટી પાર્કના નામે જમીનનો ગેરરીતિ ચાલી રહી છે, ત્યારે પાર્થ પવારના નામે એક કંપની બીજી સરકારી જમીન લે છે અને તે કંપની દૌંડમાં ખાંડ ફેક્ટરીમાંથી ક્રેડિટ મેળવે છે. દૌંડમાં ખાંડ ફેક્ટરી સહિત અન્ય કેટલીક જગ્યાએથી ભંડોળ મેળવવામાં આવે છે અને પછી આ 35 હેક્ટર જમીન ખરીદવામાં આવે છે. અમે માગણી કરીએ છીએ કે આ બાબત સાથે સંકળાયેલા તથ્યોની તપાસ કરવામાં આવે, બધા વ્યવહારોની તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.



