જરાંગેનો વિરોધ? સવાલ જ નથી પંકજા મુંડેએ મરાઠા – ઓબીસી એકતાનું વાજું વગાડ્યું…

બીડ: મહારાષ્ટ્રનાં પ્રધાન પંકજા મુંડેએ મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેને સમર્થન આપી અપીલ કરી હતી કે મરાઠા અને અન્ય પછાત વર્ગ સમુદાયોએ એક થઈ તેમની વચ્ચે રહેલા મતભેદો ઉકેલી લેવા જોઈએ. રવિવારે બીડ જિલ્લાના પરલળીમાં ભાજપના એક કાર્યક્રમમાં બોલતા મુંડેએ કહ્યું હતું કે ગયા વર્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન તેમણે આપેલા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું અને તેમણે ક્યારેય જરાંગે વિરુદ્ધ વાત કરી નથી.
આ કાર્યક્રમમાં જરાંગેની હાજરીમાં તેમણે મરાઠા અને ઓબીસી સમુદાયો વચ્ચે મિત્રતા અને એકતાની હાકલ કરી બંને પક્ષોને વધતા જતા સામાજિક વિભાજનને દૂર કરવા વિનંતી કરી હતી. ‘હું તેમને મળવા તૈયાર છું. પરંતુ હું કાયદાના માળખાની બહાર કામ નહીં કરું. , જો કોઈ મારી સમુદાયની હોય, તો પણ હું તેમના ખોટા વલણને સમર્થન નહીં આપું’ એમ ઓબીસી સમુદાયના મુંડેએ જણાવ્યું હતું.
બીજી સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર સરકારે હૈદરાબાદ ગેઝેટિયરને લાગુ કરવા માટે એક સરકારી ઠરાવ (જીઆર) બહાર પાડ્યો હતો. આ ઠરાવ મરાઠા સમુદાયના પાત્ર સભ્યોને કુણબી જાતિના સર્ટિફિકેટ માટે અરજી કરવાની મંજૂરી આપશે. જોકે, આ નિર્ણયથી ઓબીસી સમુદાયના નેતાઓમાં બેચેની ફેલાઈ ગઈ હતી. (પીટીઆઈ)



