મરાઠા અનામત મુદ્દે પંકજા મુંડેએ શરદ પવારને કર્યો આ સવાલ? | મુંબઈ સમાચાર

મરાઠા અનામત મુદ્દે પંકજા મુંડેએ શરદ પવારને કર્યો આ સવાલ?

છત્રપતિ સંભાજીનગર: મરાઠા અનામતનો મુદ્દો હાલમાં ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના સૌથી વધુ અનુભવી નેતા શરદ પવારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ, એમ ભાજપના વિધાન પરિષદના સભ્ય પંકજા મુંડેએ આજે જણાવ્યું હતું.

આ પણ વાંચો: IAS પૂજા ખેડકર સાથે સંબંધો અંગે ભાજપનાં નેતા પંકજા મુંડેએ કરી આ મોટી વાત…

પત્રકારો સાથેની વાતચીતમાં મુંડેએ જણાવ્યું હતું કે મરાઠા અનામત મુદ્દે શરદ પવારનું શું વલણ છે એ જાણવા માટે મહારાષ્ટ્ર ઉત્સુક છે. ‘દરેક પક્ષ પોતાને મજબૂત કરવા માગે છે, પરંતુ કોઇ એક ઉદ્દેશ માટે તેઓએ સાથે આવવું જોઇએ. રાજ્યમાં જે કંઇ ચાલી રહ્યું છે તેના પર નેતાઓએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. શરદ પવારે ક્વોટા મુદ્દે પોતાનો મત આપવો જોઇએ’, એમ મુંડેએ જણાવ્યું હતું.

મરાઠા કાર્યકર મનોજ જરાંગેએ આગામી ચૂંટણીમાં ભાજપને માત આપવાની વાત કરી છે એ અંગે મુંડેએ જણાવ્યું હતું કે કોઇ પણ વ્યક્તિ મનફાવે તેમ બોલી શકે છે, પરંતુ તેનાથી કોઇ ફરક પડતો નથી જ્યાં સુધી તે તેના પર કંઇ કામ ન કરે. આ સિવાય તેમણે વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરને મરાઠા મુદ્દે તેમની રાજ્યવ્યાપી યાત્રા અંગે શુભેચ્છા આપી હતી.

આ પણ વાંચો: પંકજા મુંડે હારશે તો જીવતો નહીં બચે કહેનારા ટ્રક ચાલકે આ શું કર્યું….?

‘હું આંબેડકરની રેલીને સકારાત્મક રીતે જોઉં છું. રાજકારણમાં મારો હેતુ સમુદાયોને એક સાથે લાવવાનો છે, નહીં કે તેમાં ફૂટ પાડવાનો’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. (પીટીઆઇ)

Back to top button