પાલઘર નજીક સમુદ્રમાં 200 મુસાફરો અને 75 વાહનો સાથે રો-રો ફેરી ફસાઈ, બચાવ કામગીરી ચાલુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈ નજીકના પાલઘર જિલ્લામાં સફાળે અને વિરાર વચ્ચે 200 મુસાફરો અને 75 વાહનોને લઈને જતી રો-રો ફેરીમાં રવિવારે સાંજે ઓવરલોડિંગને કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
વધારે વજનને કારણે, રોલ ઓન-રોલ ઓફ ફેરીને સેવા આપતો હાઇડ્રોલિક રેમ્પ તૂટી ગયો, જેના કારણે જહાજ મ્હારામબલપાડા નજીક પાણીમાં અટકી ગયું હતું, એવી માહિતી અધિકારીઓએ આપી હતી.
આપણ વાંચો: -રો ફેરીમાથી પટકાયેલો યુવાન સંકી કે શાતીર.?! તેની તપાસમાં પોલીસ ધંધે લાગી!
‘થોડા કલાકો સુધી મુસાફરો જહાજમાં ફસાયેલા રહ્યા જ્યારે ક્રૂ અને સ્થાનિક મરીન અધિકારીઓએ સંકલિત બચાવ પ્રયાસો માટે તેને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્રના પોલીસ કર્મચારીઓ અને મરીન રેસ્ક્યુ ટીમો પણ ઘટનાસ્થળે દોડી ગઈ. બચાવ અને સમારકામ ચાલુ છે,’ એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટના યાંત્રિક ખામી, ઓવરલોડિંગ તેમજ નીચી ભરતી બંનેને કારણે થઈ હોવાનું જણાય છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે જેટીમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરાબ થઈ ગયું હતું.
‘તે હવે ઠીક થઈ ગયું છે. લોકોને જહાજમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, જ્યારે વાહનો પહેલેથી જ દૂર કરવામાં આવ્યા છે,’ એમ પણ કદમે કહ્યું હતું.