લૂંટના પ્રયાસના આરોપમાં પંદર વર્ષ બાદ કોર્ટે શંકાનો લાભ આપી ચાર જણને નિર્દોષ છોડ્યા

પાલઘર: પાલઘર જિલ્લાની સેશન્સ કોર્ટે લૂંટનો પ્રયાસ બદલ પકડાયેલા ચાર જણને પંદર વર્ષ બાદ શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ગુનો કરવાના આરોપીઓના હેતુને પોલીસ સ્થાપિત નહીં કરી શકી.
આશ્ર્ચર્યજનક રીતે પોલીસે લૂંટનો પ્રયાસ નહીં થયો ત્યારે આરોપીઓને પકડી લીધા, જેને કારણે આખો કેસ બગડી ગયો, એમ એડિશનલ સેશન્સ જજ એચ.એ.એસ. મુલ્લાએ આદેશમાં જણાવ્યું હતું.
આપણ વાંચો: ધનંજય મુંડેને મોટો ઝટકોઃ કરુણા શર્માની તરફેણમાં સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો
કોર્ટે તટસ્થ સાક્ષીદારોની ગેરહાજરી અને સ્વતંત્ર સાક્ષીઓ દ્વારા સહયોગના અભાવ પર પ્રકાશ પાડ્યો હતો. કોર્ટે ગિરદીના સ્થળે કાર્યવાહી વિશે પોલીસે આપેલી માહિતી સામે પ્રશ્ર્નો ઉપસ્થિત કર્યા હતા. કેસમાં કોઇ સ્વતંત્ર સાક્ષીદાર નથી. મુદ્દામાલ પણ કોર્ટે સમક્ષ રજૂ કરાયો નથી તેમ જ સ્વતંત્ર સાક્ષીએ સહકાર આપ્યો નથી, એવી જજે નોંધ કરી હતી.
14 જુલાઇ, 2010ના રોજ પેટ્રોલિંગ દરમિયાન માણિકપુર પોલીસ સ્ટેશનની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે ગૌરીપાડા વિસ્તારના ઘરમાં લૂંટારા લૂંટ ચલાવવાની યોજના બનાવી રહ્યા છે. પોલીસે છટકું ગોઠવી ચાર જણની ધરપકડ કરી હતી, જેમની પાસેથી નાયલોનની રસ્સી, મરચાંની ભૂકી, છરી મળી આવ્યાં હતાં.
તપાસમાં અનેક ગરબડ બહાર આવી હતી, જેના પર કોર્ટે ઠપકો મૂક્યો હતો. કોઇ પણ વ્યક્તિ કોઇ પણ શસ્ત્ર સાથે ચોક્કસ સ્થળે હાજર હોય તે તેનો અર્થ એવો નથી કે તે લૂંટ ચલાવવાની તૈયારી કરી રહી છે. આશ્ર્ચર્યજનક રીતે લૂંટનો પ્રયાસ કરાતો નહોતો ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી, જેનાથી આખો કેસ બગડી ગયો છે, એમ જજે નોંધ્યું હતું. (પીટીઆઇ)