મહારાષ્ટ્ર

પાલઘરમાં ફર્નિચરની ફેકટરીમાં ભીષણ આગ: મોટી જાનહાનિ ટળી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પાલઘરમાં ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી એક ફર્નિચરની ફેકટરીમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ તમામ કર્મચારીઓને સમયસર બહાર કાઢી લેવામાં આવતા સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ પાલઘરમાં બિડકો ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ફર્નિચરની ફેકટરી આવેલી છે. સોમવારે બપોરના લગભગ ૧.૩૦ વાગ્યાની આસપાસ ફેકટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, એ સમયે ત્યાં ૯૬ વર્કર કામ કરી રહ્યા હતા, તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

આગની જાણ થતા જ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઈડીસી) અને ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટરના ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એ બાદ વસઈ-વિરાર મહાનગરપાલિકાની ફાયરબ્રિગ્રેડ પર મદદે પહોંચી હતી.
ફેકટરીમાં મોટા પ્રમાણમાં લાકડા, ગાદલા સહિત કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.

સોમવારે મોડી સાંજ સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલી હતી. મોડે સુધી આગ પર નિયંત્રણ મેળવી શકાયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. સદ્નસીબે આગની દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button