હવે ‘Namo Rojgar Mela’ના Invitation Cardમાં પવારનું નામ સામેલ, તંત્રએ ભૂલ સુધારી

પુણેઃ બારામતીમાં આયોજિત ‘નમો રોજગાર મેળા’ (Namo Rojgar Mela) માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ ચંદ્ર પવારના અધ્યક્ષ શરદ પવારને આમંત્રણ નહીં આપવા બદ્દલ વિવાદ શરૂ થયો છે, તેની વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોતાની ભૂલ સુધારીને મેળાવડા માટેનું સુધારેલું આમંત્રણ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે.
કૌશલ્ય રોજગાર ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા વિભાગ દ્વારા બારામતી ખાતે વિભાગીય કક્ષાના નમો મહારોજગાર મેળાનું આયોજન ૨ અને ૩ માર્ચે કરાયું છે, જેનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કરશે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અને પુણે જિલ્લાના પાલક પ્રધાન અજિત પવાર, સહકાર પ્રધાન દિલીપ વળસે પાટીલ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલ સહિત અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
આ સરકારી કાર્યક્રમ માટે પૂણે પિંપરી ચિંચવડ અને બાકીના ગ્રામીણ વિસ્તારોના લોકોના તમામ પ્રતિનિધિઓ એટલે કે લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને વિધાનસભા અને વિધાન પરિષદના ધારાસભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
બાદમાં એ ધ્યાનમાં આવ્યું કે આ કાર્યક્રમનું આમંત્રણ બારામતીના સાંસદ સુપ્રિયા સુળે અને એડ. વંદના ચવ્હાણને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ શરદ પવારનું નામ આમંત્રણમાં ન હોવા પર વિવાદ શરૂ થયો હતો. દરમિયાન, પવારે પોતે કલેક્ટર કચેરીના રાજ્ય શિષ્ટાચાર વિભાગને પહેલેથી જ જાણ કરી દીધી હતી કે કોઈપણ સરકારી કાર્યક્રમો માટે આમંત્રણ કાર્ડમાં નામ છાપવું જોઈએ નહીં. તેથી તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
જોકે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સુધારેલા આમંત્રણ કાર્ડમાં નામ સામેલ કરવામાં આવશે. તે મુજબ નવા આમંત્રણ કાર્ડમાં પવારનું નામ સામેલ કરવામાં આવ્યું છે.
દરમિયાન, પવારે પોતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર દ્વારા આ મેળાવડામાં હાજરી આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને પવારે મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને કેબિનેટ પ્રધાનોને લંચ માટે આમંત્રણ પણ આપ્યું છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ઘણાના ભવાં ઊંચકાયા છે.