શ્રદ્ધાળુઓને પંઢરપુર યાત્રા માટે લઈ જતા વાહનો માટે કોઈ ટોલ નહીં
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે વાર્ષિક અષાઢી એકાદશી યાત્રા માટે સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં શ્રદ્ધાળુઓને લઈ જતા વાહનો માટે ટોલ મુક્તિની જાહેરાત કરી હતી. ટોલ માફી 3 જુલાઈથી 21 જુલાઈ સુધી લાગુ છે એમ આ માટે જારી કરાયેલ સરકારી આદેશમાં જણાવાયું છે. તીર્થયાત્રીઓ અને શ્રદ્ધાળુઓને લઈ જતા હળવા અને ભારે વાહનોને ટોલ ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવશે. આવા વાહનોને સ્ટીકર અને પાસ આપવામાં આવશે, એમ પણ તેમાં જણાવાયું છે.
સત્તાવાળાઓને ટોલ બૂથ નજીક હાઇવે સુરક્ષા પેટ્રોલિંગ જાળવવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે અધિકારીઓને સાયન-પનવેલ હાઈવે, મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે, મુંબઈ-બેંગ્લોર નેશનલ હાઈવે, પુણે-સોલાપુર અને પૂણે-સાતારા-સોલાપુર હાઈવે સહિત પંઢરપુરના રસ્તાઓ અને હાઈવેને રિપેર કરાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
| Also Read: 132 સીટ, ફૂડ ફેસિલિટી અને હોસ્ટેસ આ તે બસ છે કે બીજું કંઈ? ગડકરીનો આ છે પ્રોજેક્ટ
લાખો ભક્તો સંત જ્ઞાનેશ્વર અને સંત તુકારામના સ્તોત્રનો જાપ કરતા પંઢરપુરની ‘વારી’ (પદયાત્રા) કરે છે, જ્યાં તેઓ મહારાષ્ટ્રના તમામ ભાગોમાંથી દર વર્ષે અષાઢી એકાદશી પર ભેગા થાય છે. આ વર્ષે અષાઢી એકાદશી 17 જુલાઈના રોજ ઉજવવામાં આવી રહી છે. (PTI)