વર્ધામાં ધોતી પહેરી નહીં હોવાથી મંદિરમાં નો-એન્ટ્રી: ભાજપના નેતાનો દાવો

વર્ધા (મહારાષ્ટ્ર): પૂજાની ધોતી પહેરી ન હોવાથી ભગવાન રામના મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં, એવો આક્ષેપ ભાજપના ભૂતપૂર્વ સાંસદ રામદાસ તાડસે કર્યો હતો.
ભગવાનની પ્રતિમાને પાસે જવું હોય તો સોવાલે (ધોતી) પહેરવી ફરજિયાત છે એમ કહીને વર્ધા જિલ્લાના દેવલી વિસ્તારમાં આવેલા રામ મંદિરના ટ્રસ્ટી-પૂજારીએ મને ગર્ભગૃહમાં પ્રવેશ આપ્યો નહોતો, એન તાડસેએ પત્રકારોને જણાવ્યું હતું.
આ પણ વાંચો: Waqf Bill મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસે કહ્યું સરકાર પદ્મનાભ મંદિરનું સોનું પડાવવા માંગે છે…
‘હું, મારી પત્ની અને અમુક સમર્થકો રવિવારે ભગવાનના રામના દર્શન કરવા મંદિરે ગયા હતા. મેં ટ્રસ્ટીને કહ્યું કે ઘણા દાયકાઓથી હું આ મંદિરમાં દર્શન માટે આવું છું, પરંતુ તેમને મને સોવાલે ન પહેરી હોવાથી ગર્ભગૃહમાં જવાની પરવાનગી ન જ આપી’, એમ ભૂતપૂર્વ સાંસદે કહ્યું હતું.
છેલ્લા ૪૦ વર્ષથી આ મંદિરની મુલાકાતે આવું છું, પરંતુ આવું ક્યારેય મારી સાથે થયું નથી, એવો દાવો પણ તેમણે કર્યો હતો.
આ દરમિયાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે પ્રતિમાની સલામતી માટે તાડસને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. પ્રતિમા અને ભગવાનના દાગીના એ મંદિરની જવાબદારી હોવાથી ગર્ભગૃહમાં કોઇને પ્રવેશ આપવામાં આવતો નથી.