ગડકરીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો, નિકાસ વધારવાની આવશ્યકતા વ્યક્ત કરી

નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે કહ્યું હતું કે આજના વિશ્ર્વમાં જે દેશો ‘દાદાગીરી’ (ગુંડાગીરી) કરી રહ્યા છે તે આવું કરી શકે છે કારણ કે તેઓ આર્થિક રીતે મજબૂત છે અને તેમની પાસે ટેકનોલોજી છે.
શનિવારે અહીં વિશ્વેશ્વરાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (વીએનઆઈટી) ખાતે બોલતાં, ગડકરીએ ભારતની નિકાસ વધારવા અને આયાત ઘટાડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
‘જો આપણી નિકાસ અને અર્થતંત્રનો દર વધે છે, તો મને નથી લાગતું કે આપણે કોઈની પાસે જવાની જરૂર પડશે. જેઓ ‘દાદાગીરી’ કરી રહ્યા છે તેઓ આમ કરી રહ્યા છે કારણ કે તેઓ આર્થિક રીતે મજબૂત છે અને તેમની પાસે ટેકનોલોજી છે. જો આપણને વધુ સારી ટેકનોલોજી અને સંસાધનો મળે, તો આપણે કોઈની પાસે દાદાગીરી નહીં કરીએ, કારણ કે આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે સમગ્ર વિશ્ર્વનું કલ્યાણ સૌથી મહત્વપૂર્ણ છે,’ એમ તેમણે કહ્યું હતુું.
આ પણ વાંચો: ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલથી વાહનના એન્જીનને નુકશાન થાય છે? નીતિન ગડકરીએ આપ્યો આવો જવાબ
‘આપણે વૈશ્ર્વિક સ્તરે વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ અને આ બધી સમસ્યાઓનો ઉકેલ વિજ્ઞાન અને ટેકનોલોજી છે, એટલે કે જ્ઞાન, જે એક શક્તિ છે,’ એમ તેમણે કહ્યું હતું.
ભાજપ નેતાએ કહ્યું કે, જો ભારત ‘વિશ્ર્વગુરુ’ બનવા માગે છે તો નિકાસ વધારવી અને આયાત ઘટાડવી જરૂરી છે.
સંશોધન સંસ્થાઓ, આઈઆઈટી અને એન્જિનિયરિંગ કોલેજોએ દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંશોધન પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, જોકે અન્ય ક્ષેત્રોમાં સંશોધન પણ એટલું જ મહત્વપૂર્ણ છે.