એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ, અન્ય ત્રણે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાનસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા

મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને અન્ય ત્રણ સભ્યોએ સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાનસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
સાંગલી જિલ્લાના ઈસ્લામપુર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્ત્વ કરતા પાટીલે વિધાનસભાના વિશેષ સત્રના ત્રીજા અને છેલ્લા દિવસે શપથ લીધા હતા.
કોલ્હાપુર જિલ્લાના શાહુવાડી મતવિસ્તારનું પ્રતિનિધિત્ત્વ કરતા જનસુરાજ્ય શક્તિ પાર્ટીના વિનય કોરે, પુણે જિલ્લાના માવળમાંથી એનસીપીના સુનિલ શેલકે અને સોલાપુર જિલ્લાના માળશિરસ મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા ઉત્તમરાવ જાનકર અન્ય નવા શપથ લેનારા વિધાનસભ્યો હતા.
આ પણ વાંચો : એનસીપી (એસપી)ના નેતા, ગ્રામજનો વિરુદ્ધ બેલેટ પેપર વડે ‘ફેરમતદાન’ કરવાનો પ્રયાસ કરતા કેસ નોંધ્યો
શિવસેનાના વિલાસ ભુમરે અને શિવસેના (યુબીટી)ના નેતાઓ વરુણ સરદેસાઈ, મનોજ જામસુતકર અને એનસીપીના શેખર નિકમે હજુ શપથ લેવાના બાકી છે. વિધાન ભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ બાદમાં સ્પીકરની ઓફિસમાં શપથ લઈ શકે છે.