નાશિકમાં ચોવીસ કલાકમાં બે વૃદ્ધા સહિત ત્રણની હત્યા | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

નાશિકમાં ચોવીસ કલાકમાં બે વૃદ્ધા સહિત ત્રણની હત્યા

નાશિક: નાશિકમાં છેલ્લા 24 કલાકમાં હત્યાના ત્રણ કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા હતા, જેમાં બે વૃદ્ધાને તેમના પુત્રો દ્વારા મારી નાખવામાં આવી હતી.

જૂની સતપુર કોલોનીમાં રહેતી મંગલા ગવળી (60)ની ગુરુવારે તેના પુત્ર સ્વપ્નીલે હત્યા કરી હતી. સ્વપ્નીલે દારૂ માટે તેની માતા પાસે પૈસા માગ્યા હતા, પણ માતાએ પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. સ્વપ્નીલ દારૂનો વ્યસની છે.

આ પણ વાંચો: આત્મહત્યા કે હત્યા? વિરારમાં બે વિદ્યાર્થીના 12 માળેથી પટકાતા મોત

બીજી તરફ અહીંના ભગવા ચોક વિસ્તારમાં રહેતા 57 વર્ષના અરવિંદ ઉર્ફે બાળુ મુરલીધર પાટીલે મંગળવારે રાતે તેની 85 વર્ષની માતા યશોદાબાઇનું ગળું દબાવી દીધું હતું. પોલીસના કહેવા મુજબ અરવિંદ માનસિક રીતે અસ્વસ્થ હતો.

દરમિયાન અન્ય એક ઘટનામાં 21 વર્ષના કુણાલ સાઉદે અને સગીરે મિલકત વિવાદને લઇ અમોલ શંકરરાવ મેશ્રામ (40) પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button