નાસિકના એમજીરોડ બજારપેઠમાં અગ્નિતાંડવ: 5 થી 6 દુકાનો બળીને ખાખ | મુંબઈ સમાચાર

નાસિકના એમજીરોડ બજારપેઠમાં અગ્નિતાંડવ: 5 થી 6 દુકાનો બળીને ખાખ

નાસિક: નાસિકનું ઘગમગતું સ્થળ એટલે એમજી રોડ. આ એમજી રોડ પર ગઇ કાલે રાત્રે લાગેલી આગમાં 5 થી 6 દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. મોડી રાત સુધી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યાં હતાં. આખરે આગ શેને કારણે લાગી છે તે અંગેની કોઇ જાણકારી મળી શરી નથી.

આખા દેશમાં લોકો દિવાળી ઉજવણીમાં વ્યસ્ત છે ત્યાં નાસિકમાં પણ ઉત્સાહનું વાતાવરણ છે. ત્યાં શહેરના એમજી રોડ, મેનરોડ પરિસરમાં મોટા પ્રમાણમાં લોકોની અવર જવર અને ભીડ હોય છે. ત્યાં ગઇ કાલે મોડી રાત્રે આ એમજી રોડ પર ભીષણ આગ લાગી હતી. આ આગમાં લગભગ 5 થી 6 દુકાનો બળીને ભડથું થઇ હોવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. મોડા સુધી ફાયર બ્રિગેડના જવાનો આ આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યાં હતો.


પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના એમજી રોડ રેડક્રોસ સિગ્નલ પાસે વર્ધમાન શો રુમમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગે રોદ્ર રુપ ધારણ કર્યું હતું. આ શો રુમને અડીને જ બુક ડેપો, સંગીત વિદ્યાલય સહિત આસ પાસની 5 થી 6 દુકાનોમાં આગ લાગી હતી. આ તમામ દુકાનોમાં દિવાળીનું સામાન હોવાથી આ આગને કારણે દુકાનોમાં રહેલ કોરોડોનો કિંમતી સામાન બળીને ખાખ થયો હોવાનું કહેવાઇ રહ્યું છે.


ઘટનાની જાણ થતાં જ અગ્નીશમન દળની લગભગ 15 ગાડીઓ ઘટના સ્થળે દાખલ થઇ હતી. મોડી રાત સુધી આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું હતું. ફટાકડાને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જોકે હજી સુધી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Back to top button