નાશિકમાં ઘરમાં ધૂસી ગયેલા દીપડાને એનિમલ રેસ્ક્યૂ ટીમે બચાવ્યો
નાશિક: ઘરમાં સાપ ધૂસી ગયો હોય અને રેસ્ક્યૂ કરાયો હોય એવી ઘણી ઘટનાઓ આપણે સાંભળી અને ઘણાં એ જોઇ પણ હશે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે કોઇ દીપડો તમારા ઘરમાં લટાર મારવા આવી જાય તો? આવી જ એક ઘટના બની છે નાસિકમાં. અહીં વહેલી સવારે એક દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો. એનિમલ રેસ્ક્યૂ ટીમની મદદથી તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આ આખી ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે એનિમલ રેસ્સ્કૂ ટીમ અને પોલસ કઈ રીતે દીપડાને ઘરમાંથી બહાર કાઢે છે. નાશિકના એક ઘરમાં દીપડો ઘૂસી ગયો હોવાની જાણ એનિમલ રેસ્ક્યૂ ટીમને કરવામાં આવી હતી. અને ત્યાર બાદ આ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. કેઇ રીતે આ દીપડાને ઘરની બહાર કાઢવામાં આવ્યો હતો તે અંગેનો એક વીડિયો એક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.
નાશિકમાં એક ઘરના બેડરુમમાં દીપડો મળી આવ્યો હતો.. ઘરનો દરવાજો ખૂલ્લો હતો અને વહેલી સવારે આ દીપડો ઘરમાં ઘૂસીને બેડરુમ સુધી પહોંચી ગયો હતો. એમ એખ એક્સ યુઝરે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એનિમલ રેસ્ક્યૂ ટીમ પોલીસની મદદથી દીપડાને ઘરની બહાર લઇને આવે છે.
આ દીપડાને એક ચાદરમાં લપેટીને ઘરની બહાર લાવવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઇને બધાને જ ખૂબ આશ્ચર્ય થયું હતું. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેરથતાં તેને પાંચ લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા હતાં. ઉપરાંત બે હજાર કરતાં વધુ લોકોએ આ વિડીયો શેર કર્યો હતો. જ્યારે આ વીડિયો પર લાઇક્સ અને કમેન્ટનો વરસાદ થયો હતો.