લલિત પાટીલ ડ્રગ્સ કેસમાં આઘાતજનક વિગતો સામે આવી: નાસિકની ગિરણા નદીમાંથી મળી આવ્યું કરોડોનું ડ્રગ્સસ, અડધી રાતથી શોધખોળ શરુ
નાસિક: ડ્રગ્સ માફિયા લિલત પાટીલ ડ્રગ્સ કેસમાં મુંબઇ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાસિકના દેવળા તાલુકાના લોહણેર ઠેંગોડા ગામમાં આવેલ ગિરણા નદીના તટમાં મુંબઇ પોલીસને ડ્રગ્સનો મોટો જત્થો મળી આવ્યો છે. લિલત પાટીલના ડ્રાઇવર સચીન વાઘની પૂછપરછ દરમીયાન આ વિગતો જાણવા મળી હતી. અને ત્યાર બાદ મુંબઇ પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી.
લલિત પાટીલનો સાથીદાર સિચન વાઘે નાસિકની ફેક્ટરીમાં બનાવવામાં આવેલ ડ્રગ્સ નષ્ટ કરવાના હેતુથી ગિરણા નદીના તટમાં ફેંક્યું હતું. સચિવ વાઘની પૂછપરછ દરમીયાન આ જાણકારી સામે આવી હતી. આ જાણકારીના આધારે મુંબઇ પોલીસ નાસિકમાં દાખલ થઇ હતી. મધ્ય રાત્રે અઢી વાગે દેવળા તાલુકાના ઠેંગોડા ગામ પાસે નદીના તટમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રાયગઢના સ્કુબા ડાઇવર્સની ટિમ પોલીસની મદદ માટે નાસિકમાં દાખલ થઇ હતી. અડધી રાતે શરુ થયેલ તપાસ કાર્ય હજી સુધી ચાલી રહ્યું છે.
અત્યાર સુધી લગભગ 50 કિલો ડ્રગ્સ નદીના તટમાં ફેંક્યુ હોવાની જાણકારી સચીન વાઘે પોલીસને તપાસ દરમીયાન આપી હતી. કેમેરાના માધ્યમથી ડ્રગ્સની શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે પાણી 15 થી 20 ફૂટ ઉંડુ હોવાથી ડ્રગ્સનો જત્થો બહાર કાઢવાની કામગીરી હજી ચાલી રહી છે. જ્યાેર આ જ વિસ્તારમાં આવેલ સરસ્વતી વાડી વિસ્તારમાંથી 15 કિલો md ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. કરોડનું ડ્રગ્સ નષ્ટ કરવાનો પ્રયત્ન સચિન વાઘે કર્યો હતો જોકે મુંબઇ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.