નાંદેડમાં પરિણીત મહિલા, તેના પ્રેમીને પરિવારજનોએ કૂવામાં ફેંકી દીધાં | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

નાંદેડમાં પરિણીત મહિલા, તેના પ્રેમીને પરિવારજનોએ કૂવામાં ફેંકી દીધાં

છત્રપતિ સંભાજીનગર: નાંદેડ જિલ્લામાં પરિણીત મહિલા અને તેનો પ્રેમી પકડાઇ જતાં પરિવારના સભ્યોએ બંનેની મારપીટ કર્યા બાદ તેને કૂવામાં ફેંકી દીધાં હતાં.

પોલીસે જણાવ્યું હતું કે સોમવારે બપોરે આ ઘટના બની હતી. મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે પ્રેમીની શોધ ચલાવવામાં આવી રહી છે. આ પ્રકરણે મહિલાના પિતા, દાદા અને કાકાની અટકાયત કરવામાં આવી હતી.

મહિલાનાં લગ્ન એક વર્ષ અગાઉ થયાં હતાં. બોર્જન્ની ગામમાં રહેતો તેનો પ્રેમી સોમવારે તેને મળવા ગોલેગાવ ગામમાં આવ્યો હતો.

આ પણ વાંચો: પાકિસ્તાની અભિનેત્રી ડેથ મિસ્ટ્રી: 9 મહિના પછી મળ્યો મૃતદેહ, હત્યાની શંકા

ઉમરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાના ઘરમાં તે પ્રેમી સાથે મળી આવતાં સાસરિયાંએ મહિલાના પરિવારજનોને બોલાવ્યા હતા અને બંનેને તેમને હવાલે કર્યા હતા.

બોર્જુન્ની જતી વખતે રસ્તામાં બંનેની મારપીટ કરવામાં આવી હતી અને ઉમરી પોલીસ સ્ટેશનની હદમાં કકરાલા વિસ્તારમાં તેને કૂવામાં ફેંકી દેવાયાં હતાં.

આ પણ વાંચો: બાળકની હત્યા કર્યા બાદ મૃતદેહને ગૂણીમાં ભરીજંગલમાં ફેંક્યો: સાવકા પિતા સહિત બે પકડાયા

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંનેની હત્યામાં મહિલાના પિતા, દાદા અને કાકાની સંડોવણી હોવાનું જણાયું હતું.
દરમિયાન મહિલાના પિતા ઉમરી પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને દાવો કર્યો હતો કે તેણે બંનેની હત્યા કરી હતી. જોકે તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યામાં મહિલાના દાદા અને કાકા પણ સામેલ હતા. આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણેયની અટકાયત કરાઇ હતી.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button