બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થીએ હોસ્ટેલની છત પરથી પડતું મૂક્યું | મુંબઈ સમાચાર

બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થીએ હોસ્ટેલની છત પરથી પડતું મૂક્યું

નાગપુર: બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં 12મા ધોરણના વિદ્યાર્થીએ હોસ્ટેલની છત પરથી કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના નાગપુર જિલ્લામાં બની હતી. એમઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની સવારે 11 વાગ્યાની આસપાસ વાનડોંગરી વિસ્તારમાં બની હતી. 12મા ધોરણના વિદ્યાર્થી રયાન મોહમ્મદ રિયાઝ ખાને (16) ચાર માળની હોસ્ટેલની છત પરથી છલાંગ લગાવી હતી. હોસ્ટેલના સિક્યોરિટી ગાર્ડે વિદ્યાર્થીને જમીન પર પટકાવાનો અવાજ સાંભળ્યો હતો. લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા વિદ્યાર્થીને નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Also read: મહારાષ્ટ્રમાં 33 વર્ષે નાગપુરમાં પ્રધાનમંડળનું વિસ્તરણ: અગાઉનું વિસ્તરણ કેમ કરાયું હતું?

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે રયાન ચંદ્રપુર જિલ્લાનો વતની હતી. તેના પિતા દક્ષિણ આફ્રિકામાં વ્યવસાય ધરાવે છે. વિદ્યાર્થી 12માની બોર્ડની પરીક્ષાને લઈ ઘણો ટેન્શનમાં હતો. પરીક્ષા આપવા તે તૈયાર ન હોવાનું વિદ્યાર્થીએ માતાને પણ કહ્યું હતું. પોલીસે આ પ્રકરણે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)

Back to top button