નાગપુરમાં દીપડાએ કરેલા હુમલામાં સાત લોકો ઘાયલ…

નાગપુર: નાગપુર શહેરના રહેણાક વિસ્તારમાં બુધવારે સવારે દીપડાએ કરેલા હુમલામાં સાત લોકો ઘાયલ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.અહીંના પારડી વિસ્તારમાં શિવ નગર ખાતે દીપડો નજરે પડતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો અને આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
નાગપુરના ડેપ્યુટી ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડૉ. વિનિતા વ્યાસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે દીપડાએ કરેલા હુમલામાં પાંચથી સાત લોકો ઘાયલ થયા હતા.દરમિયાન દીપડાના હુમલા અંગે જાણ થતાં વાઇલ્ડલાઇફ ટ્રિટમેન્ટ સેન્ટરની અને વનવિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને બેભાન કરીને નિયંત્રણમાં લીધો હતો.
દીપડાના હુમલામાં ઘવાયેલા લોકોને બાદમાં સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ પણ વિનિતા વ્યાસે જણાવ્યું હતું. નોંધનીય છે કે 19 નવેમ્બરે શહેરના આ જ વિસ્તારમાંથી દીપડાને પકડવામાં આવ્યો હતો. (પીટીઆઇ)



