નાગપુરમાં ચાલતી કારમાંપ્રેમી પંખીડાંના અશ્ર્લીલ ચાળા
નાગપુર: નાગપુરમાં ટ્રાફિકવાળા માર્ગ પર ચાલતી કારમાં પ્રેમી પંખીડાંના અશ્ર્લીલ ચાળાવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. કાર ડ્રાઈવ કરી રહેલા યુવકના ખોળામાં ચપોચપ બેસેલી યુવતી કિસ કરતી હોવાનું વીડિયોમાં નજરે પડે છે.
અધિકારીના જણાવ્યા મુજબ ચાલતી કારમાં વાંધાજનક સ્થિતિમાં વીડિયોમાં ઝડપાયેલાં યુવક-યુવતી અને તેમના વડીલોને સમન્સ પાઠવી પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસે ગુનો નોંધ્યા બાદ યુવક-યુવતીને નોટિસ આપી જામીન પર છોડ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ યુવકની ઓળખ માનકાપુરમાં રહેતા સૂરજ સોની (28) તરીકે થઈ હતી. સૂરજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મમાં ટ્રેઈનિંગ હેઠળ છે, જ્યારે મિકેનિકલ એન્જિનિયર તેની ગર્લફ્રેન્ડ એમઆઈડીસી સ્થિત કંપનીમાં કામ કરે છે.
આ પણ વાંચો: થાણેમાં મિત્રો સાથે મજાક કરતી યુવતીને મોત મળ્યું, વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો નાગપુરના ભીડવાળા લૉ કૉલેજ સ્ક્વેરથી શંકર નગર દરમિયાનનો સોમવારની સાંજનો હોવાનું કહેવાય છે. બુલિયન ટ્રેડર પિતાની કાર લઈને સૂરજ ગર્લફ્રેન્ડને મળવા ગયો હતો. લૉ કૉલેજ સ્ક્વેર નજીક યુવતી સ્કૂટર પાર્ક કરી યુવતી યુવકની કારમાં બેઠી હતી. બાદમાં ચાલતી કારમાં જ ડ્રાઈવિંગ સીટ પર યુવકના ખોળામાં બેસી કિસ કરવા લાગી હતી. આ અશ્ર્લીલ હરકતો લાંબા સમય સુધી ચાલી હોવાનું કહેવાય છે.
દરમિયાન કાર નજીકથી પસાર થઈ રહેલા બે બાઈકસવાર યુવકની નજર કારમાંના દૃશ્ય પર પડી હતી. બાઈક પર પાછળ બેસેલા યુવકે મોબાઈલ ફોનની મદદથી કારના દૃશ્યનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આમ જોખમી રીતે કાર ડ્રાઈવ કરવા બદલ બાઈકસવારે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે વીડિયોમાં નજરે પડતી કારને રજિસ્ટ્રેશન નંબરને આધારે ટ્રેસ કરી જપ્ત કરી હતી.