મહારાષ્ટ્ર

મુંબઈ-નાશિક માર્ગ પર ટ્રક સાથે બાઇક અથડાતાં યુવકનું મોત

થાણે: થાણે જિલ્લામાં મુંબઈ-નાશિક માર્ગ પર ટ્રક સાથે બાઇક અથડાતાં 20 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું, એમ પાલિકાના અધિકારીએ કહ્યું હતું.

ખારેગાંવ ટોલ પ્લાઝા નજીક ગુરુવારે વહેલી સવારના 5.48 વાગ્યે આ અકસ્માત થયો હતો, જેને કારણે કલાક સુધી માર્ગ પર ટ્રાફિક જૅમ સર્જાયો હતો, એમ થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ આકાશ ચંદ્ર પૂજારી (20) તરીકે થઇ હતી. આકાશ પૂજારી દહિસર વિસ્તારનો રહેવાસી હતો.

આપણ વાચો: રવિવાર બન્યો રક્તરંજિત, બે સ્પોર્ટ્સ બાઇક સામ સામે અથડાતાં 4 યુવકોનાં મોત

આકાશ ગુરુવારે વહેલી સવારના બાઇક પર થાણેથી નાશિક તરફ જઇ રહ્યો હતો ત્યારે તેણે કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક સાથે તેની બાઇક અથડાઇ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આકાશનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આકાશ મળસકે તેના ઘરેથી નીકળ્યો હતો અને મિત્રો સાથે તે નાશિકના ત્ર્યંબકેશ્ર્વર મંદિરના દર્શન કરવા જઇ રહ્યો હતો, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને કારણે માર્ગ પર કલાક સુધી ટ્રાફિક ખોરવાયો હતો. અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવવામાં આવ્યા બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ થઇ ગયો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button