મહારાષ્ટ્ર

મુંબઈ-નાશિક રોડ પર બાઈક અને ક્ધટેઈનરની અડફેટમાં યુવકનું મોત: હાઈવે એક કલાક જૅમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ૩૦ કલાકનો ટ્રાફિક જૅમનો બનાવ હજી તાજો છે ત્યારે ગુરુવારે વહેલી સવારના મુંબઈ-નાશિક હાઈવે પર એક ક્ધટેઈનરની અડફેટમાં ૨૦ વર્ષનો બાઈકસવાર આવી જતા થયેલા અકસ્માતને પગલે હાઈવે કલાકથી પણ વધુ સમય માટે જૅમ થઈ ગયો હતો. તો ૨૦ વર્ષના બાઈકસવારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

દહિસરમાં રહેતો ૨૦ વર્ષનો આકાશ ચંદ્ર પૂજારી પોતાના મિત્રો સાથે નાશિકમાં ત્ર્યંબકેશ્ર્વર જવા માટે વહેલી સવારના ચાર વાગે તેના ઘરેથી એકલો બાઈક પર નીકળ્યો હતો.

આપણ વાચો: ધોળકા-બગોદરા હાઈવે ફરી રક્તરંજિત, અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત

મુંબઈ-નાશિક હાઈવે પર ખારેગાવ ટોલનાકા પાસે ખારેગાવ બ્રિજ નજીક સવારના લગભગ ૫.૩૦ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં નાશિક તરફ જતા સમયે તેેનું બાઈક પરનું નિયંત્રણ છૂટી ગય હતું અને તેની બાઈક ક્ધટેઈનરના પાછળના પૈડા સાથે જોશભેર ભટકાઈ હતી. બાઈક ક્ધટેઈનરની નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ બનાવ બાદ ઘટના સ્થળે ફાયરબ્રિગેડ, ટ્રાફિક પોલીસ પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપેરશન હાથ ધર્યું હતું. જોકે યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું પણ આ એક્સિડન્ટને કારણે મુંબઈ-નાશિક હાઈવે પર સવારના એક કલાકથી પણ વધુ સમય માટે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.

ભારે જહેમત બાદ એક્સિડન્ટગ્રસ્ત ક્ધટેઈનર અને ટુ-વ્હીલરને ટ્રાફિક પોલીસે હાઈવે પર એકબાજુએ લીધી હતી અને ત્યારબાદ મુંબઈ-નાશિક હાઈવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button