મિત્ર દારૂ પીવાનો આગ્રહ કરે તો શું કરશો? MPSC પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન
મુંબઇઃ મહારાષ્ટ્ર ગેઝેટેડ સિવિલ સર્વિસીઝ જોઈન્ટ પ્રિલિમ પરીક્ષા 2024 રાજ્યભરના કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કેટલાક એવા સવાલ પૂછવામાં આવ્યા હતા કે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાયા હતા અને પરીક્ષા કેન્દ્રની બહાર નીકળ્યા બાદ આવા વિચિત્ર પ્રશ્નો પૂછવાનો હેતુ શું છે? એવો સવાલ પૂછતા જોવા મળ્યા હતા.
જેઓ આ પરીક્ષા પાસ કરશે તેઓ ભાવિ સરકારના વર્ગ વનના અધિકારી બનશે. આવા સન્માનનીય અધિકારી ચૂંટવાની પરીક્ષામાં આલ્કોહોલ વિશે પ્રશ્ન પૂછવો ન જોઈએ, કારણ કે આ પરીક્ષાની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા કરે છે, એમ પરીક્ષા આપનારા ઘણા યુવાનોએ ટિપ્પણી કરી હતી. આપણે એ સવાલ વિશે જાણીએ જેના પર ચર્ચા થઇ રહી છે.
સવાલ પૂછાયો હતો કે, તમારા મિત્રોને દારૂ પીવો ગમે છે અને તેઓ તમને પીવા માટે દબાણ કરી રહ્યા છે. જો તમે તેમની સાથે બહાર જવા માંગતા ન હોવ અને તમારી જાતને તેમની પીવાની આદતોમાંથી બાકાત રાખવા માંગતા હો તો તમે શું કરશો?
આ પણ વાંચો : આનંદો! મુંબઇગરાને 300 નવી લોકલ ટ્રેનો મળશે
જવાબમાં ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા.
(1) હું મારા મિત્રોને કહીશ કે મારા માતાપિતાએ મને દારૂ પીવાની મનાઈ કરી છે.
(2) દારૂ પીવાની ના પાડશે.
(3) તમારા મિત્રો દારૂ પી રહ્યા હોવાથી તમે પણ દારૂ પી લેશો
(4) ના પાડશો અને તેમને જૂઠું બોલશો કે તમને લીવરની બીમારી છે.
આ પ્રશ્ન પૂછવાનો હેતુ શું છે? એવો સવાલ હાલમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આવા પ્રશ્નોની ખરેખર જરૂર છે કે કેમ તેવો સવાલ પણ લોકો પૂછી રહ્યા છે. MPSCની કામગીરીની પણ ટીકા થઈ રહી છે.