રાજ્યની 900 કરતાં વધુ શાળામાં શિક્ષણ વિભાગના નિયમોના ધજાગરા
શિક્ષક અને પ્રિન્સિપાલ પાસે શિક્ષણ વિભાગનું લાઇસન્સ ન હોવાની બાબતનો ખુલાસો
મુંબઈ: મહારાષ્ટ્રમાં 900 કરતાં વધુ શાળાઓમાં શિક્ષક અને પ્રિન્સિપાલ પાસે સરકારના શિક્ષણ વિભાગ તરફથી માન્યતા ન હોવા છતાં કાર્યકરત હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ પહેલા પણ 261 ICSE, CBSE, IG અને 415 ખાનગી શાળાઓમાં નિમણૂક કરવામાં આવેલા શિક્ષક અને પ્રિન્સિપાલે શિક્ષણ વિભાગની કોઈ પણ માન્યતા ન લીધી હોવાની માહિતી એક અહેવાલમાં જણાવવામાં આવી હતી.
રાજ્યની શાળાઓમાં આ પ્રકારના ગેર વર્તનમાં હવે 258 SSC બોર્ડની શાળાઓ પણ સામેલ થતાં સંખ્યા હવે 900ને પણ પાર પહોંચી ગઈ છે. 900 કરતાં વધુ ખાનગી શાળાઓમાં કામ કરતાં શિક્ષક અને પ્રિન્સિપાલ અને બાકીના સ્ટાફે પાસે શિક્ષણ વિભાગની પરવાગની ન હોવાથી રાજ્યમાં શિક્ષણ કાયદાના ધજાગરા ઉડતા હોવાનું જણાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર શૈક્ષણિક સેવા શરતો અધિનિયમ મુજબ આ શાળાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારોની ભરતી ન થતી હોવાની બાબત તરફ રાજ્યના શિક્ષણ વિભાગ એક વરિષ્ઠ અધિકારીએ સરકારનું ધ્યાન દોર્યું હતું.
મુંબઈમાં પણ ખાનગી શાળાઓની સંખ્યા ખૂબ જ વધારે છે. આ શાળાઓ ખાનગી હોવા છતાં પણ દરેક શિક્ષણ વિભાગના નિયમો અને કાયદાનું પાલન કરવું આવશ્યક છે. આ નિયમ મુજબ ખાનગી કે સરકારી શાળા પોતાની ફરજ બજાવતા શિક્ષક અને બીજા સ્ટાફની નુમણૂક કર્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ પાસેથી તેમની માન્યતા મેળવવી જરૂરી હોય છે. શાળામાં કાર્યરત રહેલા શિક્ષકો, પ્રિન્સિપાલ અને બીજા સ્ટાફ પાસેથી શિક્ષણ વિભાગની માન્યતાનું પ્રમાણપત્ર ન હોતા રાજ્યની શાળાઓ સામે પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગની માન્યતા ન હોવા છતાં મુંબઈ સાથે રાજ્યની શાળાઓમાં અનેક પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે, પણ નિયમ મુજબ શિક્ષણ વિભાગની માન્યતા વગર કોઈ પણ પ્રિન્સિપાલ શાળાનો કાર્યભાર ન સાંભળી શકે, જેથી પ્રિન્સિપાલે શાળા મળે લીધેલા દરેક નિયમો પણ અમાન્ય ગણવામાં આવે છે. આ કારણથી દર બે વર્ષે શાળાની ફી વધારતા ફ્રીની રકમ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને પછી આપવી એવી માગણી પણ આ વરિષ્ઠ અધિકારીએ સરકારને કરી હતી.