મહારાષ્ટ્ર

ચૂંટણી પૂર્વે શિંદે જૂથના વિધાનસભ્યની કારમાંથી મળ્યા ૫ કરોડ રૂપિયા, રાજકારણ ગરમાયું

પુણેઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ ગેરકાયદે નાણાંની હેરાફેરી પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચના આદેશ પર શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. પુણે ગ્રામીણ પોલીસે સોમવારે ખેડ શિવપુર ટોલ નાકા પર નાકાબંધી દરમિયાન કારમાંથી કુલ રૂ. પાંચ કરોડની રોકડ જપ્ત કરી હતી. આ કેસમાં પોલીસે કાર ચાલક સહિત ચાર લોકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. વધુ તપાસ માટે આ રકમ આવકવેરા અધિકારીઓને સોંપવામાં આવી હતી. હવે આ આની પર રાજકારણ શરૂ થઈ ગયું છે.

ટોલનાકાના ચેકનાકા પર મળી પાંચ કરોડની રોકડ
મળતી માહિતી મુજબ સોમવારે શિવપુર ટોલનાકા પર ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પુણેથી કોલ્હાપુર જતી કારમાંથી પોલીસને રૂ. ૫ કરોડ મળી આવ્યા હતા. આ કારમાં સાંગોલાના ધારાસભ્ય શાહજી બાપુ પાટીલના નજીકના કાર્યકર શાહજી નલાવડે બેઠા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ કાર શાહજી બાપુ પાટીલના પુત્રના નામે નોંધાયેલ છે. પોલીસે કાર કબજે કરી લીધી છે.

આ પણ વાંચો : ગૌમાંસની શંકા પરથી વૃદ્ધની મારપીટ: આરોપીને આગોતરા જામીન કોર્ટે નકાર્યા…

પુણે ગ્રામીણ પોલીસ અધિકારીએ કહ્યું કે નાકાબંધી દરમિયાન મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ખેડ-શિવપુર પ્લાઝા નજીક સતારા તરફ જઈ રહેલી એક કારને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાં મુસાફરી કરી રહેલા ચાર લોકો પાસેથી રૂ.૫ કરોડની બિનહિસાબી રોકડ મળી આવી હતી. પોલીસ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ પૈસાની ગણતરી કરી રહ્યા છે. રોકડનો સ્ત્રોત અને અન્ય વિગતો તપાસ હેઠળ છે.

સંજય રાઉતે કર્યાં ચોંકાવનારા દાવા
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે (મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ) શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના ધારાસભ્યની કારમાંથી ૧૫ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. સંજય રાઉતે પૂછ્યું કે આ ધારાસભ્ય કોણ છે? અને દાવો કર્યો કે મુખ્યમંત્રીએ ૨૦ નવેમ્બરે યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે દરેક ઉમેદવારને ૭૫ કરોડ રૂપિયા મોકલ્યા છે.

જો કે રાઉતે કથિત ધારાસભ્ય (સાંગોલાના)ની ઓળખ કરી નહોતી, તેમણે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં અપરાધીને (શાહજીબાપુ પાટીલ) દોષી ઠેરવવા માટે પૂરતા સંકેતો આપ્યા હતા કે જેને રૂ. ૧૫ કરોડનો ‘પ્રથમ હપ્તો’ મોકલવામાં આવ્યો છે.

ચૂંટણીને લઈ જાણી જોઈને નિશાન બનાવવામાં આવે છે
આજે સવારે પાટીલે એસયુવીમાં મળેલી રોકડ સાથે તેમને કોઈ સંબંધ હોવાનો સખત ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી નજીક હોવાથી તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મેં પોતે ગઈ કાલે રાત્રે ટીવી પર રોકડ જપ્તીના સમાચાર જોયા. મારું નામ ક્યાંય લખ્યું નહોતું . આ કાર સાથે મારો કોઈ સંબંધ નથી. તે તાલુકામાં મારા હજારો કાર્યકરો હાજર છે. પરંતુ મને ખબર નથી કે તે કોની કાર છે. ગઈ કાલે હું આખો દિવસ ગામડાઓમાં ફરતો હતો અને લોકોને મળતો હતો.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker