આમચી મુંબઈમહારાષ્ટ્ર

ટાઇમિંગ પીએમ મોદીએ નક્કી કર્યો: મિલિંદ દેવરાના રાજીનામા વિશે કોંગ્રેસની પ્રતિક્રિયા

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ધરાવનારા મિલિંદ દેવરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા હવે અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ અંગે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. મિલિંદ દેવરા એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવા જઇ રહ્યા છે. અમુક નેતાઓ તો આ જોડતોડ માટે પીએમ મોદીને પણ જવાબદાર ગણાવી રહ્યા છે.

મિલિંદ દેવરાએ રવિવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામાનું એલાન કરીને સોશિયલ મીડિયા સાઇટ X પર આ વાતની પુષ્ટિ પણ કરી હતી. આ અંગે જ્યારે પત્રકારોએ કોંગ્રેસની પ્રતિક્રિયા વિશે પૂછ્યું ત્યારે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે તેઓ દક્ષિણ મુંબઇ લોકસભા બેઠક પર ઉદ્ધવ ઠાકરેનું નેતૃત્વ ધરાવતી શિવસેનાએ જે દાવો માંડ્યો છે તે વિશે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા માગે છે. મિલિંદ દેવરા અને તેમના પિતા મુરલી દેવરા બંને દક્ષિણ મુંબઇ લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચુક્યા છે. સ્વાભાવિક છે કે આ બધું એક દેખાડા સમાન હતું. તેઓ કયા સમયે પાર્ટી છોડવાની જાહેરાત કરશે તે પીએમ મોદીએ જ નક્કી કર્યું હતું.


જયરામ રમેશે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 8:52 કલાકે તેમનો મેસેજ આવ્યો હતો જેનો મેં 2:47ના રોજ જવાબ આપ્યો હતો. મેં જવાબ આપ્યો હતો કે શું તમે સ્વિચ કરવાની (અન્ય પાર્ટીમાં સામેલ થવાની) યોજના બનાવી રહ્યા છો? 2:48 કલાકે તેમણે મેસેજ મોકલ્યો હતો કે શું આ અંગે તમારી સાથે વાત નહિ થઇ શકે? મેં કહ્યું હતું કે હું તમને ફોન કરીશ અને મેં 3:40 કલાકે તેમની સાથે વાત કરી. તેમણે કહ્યું હતું કે તેમને એ વાતની ચિંતા છે કે તેમની પરંપરાગત-દક્ષિણ મુંબઇની બેઠક શિવસેનાની બેઠક છે અને એ વિશે તેમને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવી હતી. તેઓ ઇચ્છતા હતા કે હું પણ એ વિશે વાત કરું. મિલિંદ દેવરા લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ 40 વર્ષ સુધી નેતા રહ્યા, તેઓ મંત્રી-સાંસદ પણ બન્યા. તેમને તમામ પક્ષના નેતાઓ સાથે સારા સંબંધો હતા પણ ક્યારેય કોંગ્રેસને છોડવાનો વિચાર નહોતો કર્યો.

મિલિંદ દેવરાએ કોંગ્રેસને રામરામ કર્યાની જાણ સોશિયલ મીડિયામાં કરતા અનેક નેતાઓએ પ્રતિભાવો પણ આપ્યા હતા. કોંગ્રેસ નેતા વર્ષા એકનાથ ગાયકવાડે પોતાની પ્રતિક્રિયા આપતા X પર લખ્યું હતું કે “એ દુર્ભાગ્યની વાત છે કે તમારે આવો નિર્ણય લેવો પડ્યો. વ્યક્તિગત સ્તરે તેમજ કોંગ્રસ કાર્યકર્તા તરીકે મને નિરાશા થઇ રહી છે. દેવરા પરિવાર સાથે કોંગ્રેસના ઘણા વર્ષોથી સંબંધ રહ્યા છે. અમે સૌએ તમને આ પગલું ન ભરવા અનેકવાર સમજાવ્યા હતા. પાર્ટી નેતૃત્વ પણ તમારા સુધી પહોંચી રહ્યું છે. આ પણ અફસોસની વાત છે કે આજથી જ્યારે ઐતિહાસિક ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઇ રહી છે ત્યારે તમે આ નિર્ણયની જાહેરાત કરી.” તેવું વર્ષા ગાયકવાડે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button