ભૂતપૂર્વ બોડીબિલ્ડર અને ભાજપના નેતાનો પુત્ર મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયો

નાગપુર: બોડીબિલ્ડિંગની સ્પર્ધાઓમાં અનેક ઇનામો જીતનારા અને ફિટનેસ ન્યુટ્રિશ્યન તેમ જ સપ્લીમેન્ટ્સ બિઝનેસ ધરાવતા નાગપુરના રહેવાસીની મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આશીર્વાદનગરમાં રહેતો સંકેત બુગ્ગેવાર (29) રવિવારે સવારે ગણેશપેઠ બસ ટર્મિનસ નજીકથી 16.05 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયો હતો.
આપણ વાંચો: 13.37 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: પાંચની ધરપકડ…
સંજય લોકપ્રિય બોડીબિલ્ડર હતો, જે ફિટનેસ ન્યુટ્રિશ્યન તથા સપ્લીમેન્ટ્સનો બિઝનેસ ધરાવતો હતો. જોકે બાદમાં તે ડ્રગ્સનો વેપાર કરતા લોકોના સંપર્કમાં આવ્યો હતો અને મેફેડ્રોનનો બંધાણી થઇ ગયો હતો. સંકેત ભાજપના ભૂતપૂર્વ નગરસેવક અજય બુગ્ગેવારનો પુત્ર છે, એમ ગણેશપેઠ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
ધરપકડ કરાયેલા આરોપીએ તેના સાથીદાર તરીકે પ્રણય બજારે (25) નામના યુવકનું નામ આપ્યું હતું, જેની પોલીસ દ્વારા શોધ ચલાવવામાં આવી રહી છે. સંકેત વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને પંદરમી જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઇ)