
પુણે પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં પુણે, દિલ્હી અને સાંગલીમાં દરોડા પાડીને 3700 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. મળતી માહિતી મુજબ, ડ્રગ્સનું વિદેશી કનેક્શન ટેરર ફંડિંગની સાથે જોડાયેલું હોવાની આશંકા છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસ આ કેસમાં ફંડિંગના સ્ત્રોતની પણ તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, પોલીસે સાંગલી જિલ્લાના કુપવાડ MIDCની એક કંપની પર દરોડો પાડીને 140 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. રિકવર કરાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 300 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં 3700 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.
પુણે પોલીસે બુધવારે દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં એક મોટો દરોડો પાડ્યો હતો અને 1,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તમને જણાવી દઈએ કે પુણે પોલીસ ડ્રગ્સ માફિયાઓ પર દરોડા પાડી રહી છે. આ પહેલા પુણે પોલીસે ક્રાઈમ બ્રાન્ચની મદદથી પુણેના વિશ્રાંતવાડી વિસ્તારમાંથી 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ડ્રગ્સ જપ્ત કર્યો હતો.
ત્યાર બાદ પુણે પોલીસે દિલ્હીના હૌજખાસમાં પણ દરોડા પાડ્યા છે. પુણેમાંથી અત્યાર સુધીમાં 1,100 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.