મહારાષ્ટ્ર

Maratha Reservation: જરાંગેએ હવે નવું નિવેદન આપીને સરકારની ચિંતા વધારી

મુંબઈ: મરાઠા સમાજને ‘આરક્ષણ’ (Maratha Reservation) આપવાની માગણીને લઈને ફરી એક વખત અનશન પર બેસેલા કાર્યકર મનોજ જરાંગે પાટીલના આંદોલનથી મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારી છે. આંદોલન દરમિયાન મનોજ જરાંગે પાટીલે સરકારને ચેતવણી આપી હતી કે જો અનશન દરમિયાન તેનું મૃત્યુ થશે તો જેમ હનુમાને લંકાને આગ લગાવી હતી એ જ રીતે મરાઠા સમાજના કાર્યકરો આખા મહારાષ્ટ્રને આગ લગાવશે.

ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને આરક્ષણ આપવાની જરાંગે પાટીલની દરેક માગણીને માન્ય કરી હતી, પણ સરકારના આશ્વાસનની અમલ બજાવણી નહીં કરતા જરાંગે ફરી અનશન પર બેઠા છે. આ અનશન દરમિયાન મહારાષ્ટ્ર સરકારને ગર્ભિત ધમકી આપી છે કે જ્યાં સુધી મરાઠાઓની માગણીને માન્ય નહીં કરવામાં આવે તે સુધી રાજ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ એક જનસભા થવા દેશે નહીં. છેલ્લા પાંચ દિવસથી જાલના જિલ્લાના અંતરવાલી ગામમાં જરાંગે પાટીલ દ્વારા અનશન પર ઉતર્યા છે.


અનશન પર બેઠેલા જરાંગે પાટીલે છેલ્લા પાંચ દિવસથી કોઈ પણ પ્રકારના અન્ન કે પાણીનું પણ ગ્રહણ કર્યું નથી. જેને કારણે જરાંગેની તબિયત દિવસે દિવસે બગડી રહી છે અને તેઓ ડૉક્ટરને પણ કોઈ ઈલાજ કરવાની મનાઈ કરી રહ્યા હોવાનો ખુલાસો એક મરાઠા કાર્યકરે કર્યો હતો. તેમણે છેલ્લા પાંચ દિવસથી કોઈ અન્ન, પાણી કે દવા પણ લીધી નથી.
મરાઠા સમાજને કુણબી સમાજનું પ્રમાણપત્ર આપી સમાજથી જોડાયેલા તેમના દરેક સગા-સંબંધીઓને પણ આરક્ષણ આપવા માટે સરકાર વિધાનસભામાં એક ખાસ સત્ર યોજી ચર્ચા કરે એવી માગણી જરાંગેએ કરી હતી.


જરાંગેની આ માગણીને લઈને 20 ફેબ્રુઆરીએ સરકારે એક વિશેષ બેઠક યોજવાની વિનંતી રાજ્યના ગવર્નર રમેશ બૈસને કરી છે. આ મામલે ગઇકાલે કેબિનેટ બેઠક યોજી દરેકની સહમતિથી રાજ્યપાલને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને ગવર્નરની મંજૂરી મળતા 20 ફેબ્રુઆરીએ મરાઠા આરક્ષણ મુદ્દે ચર્ચા કરવા માટે એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવશે એવી માહિતી સૂત્રોએ આપી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત