મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે મુંબઈ પહોંચ્યા, આઝાદ મેદાનમાં ભારે સુરક્ષા બંદોબસ્ત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે મુંબઈ પહોંચ્યા, આઝાદ મેદાનમાં ભારે સુરક્ષા બંદોબસ્ત

મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ફરી એક વાર શરૂ થયું છે. જેમાં મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે વિરોધ પ્રદર્શન પૂર્વે મુંબઈ પહોંચ્યા છે. મનોજ જરાંગે મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા અનામતની માંગને બુલંદ કરવા માટે યોજાયેલા એક દિવસીય ભૂખ હડતાળનું નેતૃત્વ કરશે. મનોજ જરાંગે વાહનોના કાફલા સાથે બુધવારે જાલના જીલ્લાથી પોતાના ગામથી યાત્રા શરુ કરી હતી. તેમજ આજે મુંબઈ પ્રવેશ કરતા જ તેમનું સમર્થકોએ સ્વાગત કર્યું હતું. આ ઉપવાસના પગલે આઝાદ મેદાનમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઓબીસી હેઠળ 10 ટકા અનામતની માંગ

મનોજ જરાંગે મરાઠી સમુદાયને ઓબીસી હેઠળ 10 ટકા અનામતની માંગ કરી રહ્યા છે. જરાંગેએ જણાવ્યું કે તેમના સમર્થકો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગણેશ ઉત્સવના કોઈ અડચણ ઉભી નથી કરી રહ્યા. તેમની માંગ છે તેમને કણબી તરીકે માન્યતા આપવામાં આવે. કણબી એક ખેડૂત વર્ગ સાથે જોડાયેલી જાતિ છે. જે ઓબીસી શ્રેણીમાં આવે છે. જેનાથી સરકારી નોકરી અને શિક્ષણમાં તેમને અનામતનો ફાયદો થશે.

શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની મંજુરી આપી

જોકે, આ પૂર્વે જાલના પોલીસે મનોજ જરાંગેને માર્ચ માટે શરતી મંજુરી આપી હતી. તેમજ મુંબઈ પોલીસે પણ
મનોજ જરાંગેને 29 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યેથી સાંજે 6 વાગ્યે સુધી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની મંજુરી આપી છે. તેમજ પોલીસે તમામ પ્રદર્શનકારીઓને સાંજે 6 વાગ્યે મેદાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર સુરક્ષા વધારવામાં આવી

મુંબઈ પોલીસે આઝાદ મેદાનમાં માત્ર પાંચ વાહન લઈ જવાની મંજુરી આપી છે. તેમજ પ્રદર્શનકારીઓની સંખ્યા 5000 થી વધારે ન રાખવા જણાવ્યું છે. કાયદો અને વ્ય્વસ્થાની સ્થિતિને જાળવી રાખવા 1500 પોલીસ કર્મીઓને આઝાદ મેદાનમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર સુરક્ષા વધારવામાં આવી છે.

આપણ વાંચો:  મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: નાંદેડમાં 2200થી વધુ લોકોનું સ્થળાંતર, લાતુરમાં રસ્તા અને પુલ બંધ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button