આમચી મુંબઈમહારાષ્ટ્ર

હું મરાઠા સમાજને હાથ જોડીને વિનંતી કરું છું…

મનોજ જરાંગે પાટીલે 15મી નવેમ્બરથી શરૂ થનારી રાજ્યવ્યાપી યાત્રા પહેલાં કરી મોટી અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠા સમાજને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આત્મહત્યા કરશો નહીં. આંદોલન જીવતા રહીને જ કરો. આત્મહત્યા કરીને કશું જ થવાનું નથી. આપણા સંતાનોને ન્યાય મેળવી આપવા માટે આપણે બધાએ એક થઈને પ્રયાસ કરીશું. એક ડિસેમ્બરથી સાંકળી ઉપવાસ આંદોલન ચાલુ કરજો, એવી અપીલ મરાઠા આંદોલનકર્તા મનોજ જરાંગે પાટીલે શનિવારે કરી હતી. 15 નવેમ્બરથી મનોજ જરાંગે પાટીલ રાજ્યવ્યાપી યાત્રા ચાલુ કરવાના છે અને તેની પહેલાં તેમણે મરાઠા સમાજને આ અપીલ કરી છે.

તેમમે કહ્યું હતું કે જીવન ખતમ કરીને મરાઠાને ન્યાય મળશે નહીં. આપણી નજરોની સામે જ સમાજને ન્યાય અપાવવા માટે આંદોલન કરતા રહો.

તેમણે એમ પણ કહ્યું હતું કે 24 ડિસેમ્બરથી આંદોલન થવાનું છે, એની તૈયારી આજથી જ ચાલુ કરી નાખો. હવે આપણે ન્યાય મેળવવાની નજીક આવી ગયા છીએ. આપણા તાલુકામાં, આપણા જિલ્લામાં દરેકને જઈને કહો કે આપણું સાંકળી ઉપવાસ આંદોલન ચાલુ રહેવું જોઈએ. દિવાળી ફરાળના કાર્યક્રમ રાજકીય નેતાઓ દ્વારા આયોજિત કરવામાં આવતા હોય છે, આવા કાર્યક્રમમાં મરાઠા સમાજના લોકો જતા હોય તો તેમને પુછો કે અમને આરક્ષણ ક્યારે મળશે? જે જવાના નથી તેમનું ઠીક, પણ જાય તેમણે આ સવાલ ચોક્કસ કરવો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત