મનોજ જરાંગે પાટીલને સમર્થન આપનારા ત્રણ પક્ષના વિધાનસભ્યો ક્યા?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા અનામત માટે સત્તાધારી મહાયુતિના ઘટકપક્ષ અને બે વિરોધી પક્ષના વિધાનસભ્યે મનોજ જરાંગે પાટીલની આઝાદ મેદાનમાં મુલાકાત લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે.
મરાઠા સમાજનું આંદોલન ચાલુ થયા પછી સૌથી પહેલાં એનસીપીના બે વિરોધી જૂથો અજિત પવાર જૂથ અને શરદ પવાર જૂથના બીડના વિધાનસભ્ય આઝાદ મેદાનમાં તેને મળવા માટે પહોંચી ગયા હતા.
શરદ પવાર જૂથના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન સંદીપ ક્ષીરસાગર આઝાદ મેદાનમાં મનોજ જરાંગે-પાટીલને મળવા પહોંચ્યા હતા અને થોડી જ વારમાં તેમના હરીફ અજિત પવાર જૂથના પ્રકાશ સોલંકે પણ આઝાદ મેદાન પહોંચ્યા હતા. બંનેએ મનોજ જરાંગે સાથે ખાસ્સી વાર ખાનગીમાં ચર્ચા કરી હતી.
આ પણ વાંચો… વરસાદ અને આંદોલનને કારણે ‘રખડી’ પડ્યા મુંબઈગરાઓઃ રેલવેએ શું કરી અપીલ?
જરાંગેના અનશનને કયા રાજકીય નેતાઓનું સમર્થન?
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ
1 ઓમરાજે નિમ્બાલકર – સાંસદ, ધારાશિવ લોકસભા મતદારસંઘ
2 કૈલાસ પાટીલ – વિધાનસભ્ય, ધારાશિવ-કલમ્બ વિધાનસભા
3 સંજય ઉર્ફે બંધુ જાધવ – સાંસદ, પરભણી લોકસભા
રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથ
1) વિજયસિંહ પંડિત – વિધાનસભ્ય, ગેવરાઈ વિધાનસભા
2) પ્રકાશ સોલંકે – વિધાનસભ્ય, માજલગાંવ વિધાનસભા
3) રાજેશ વિટેકર – વિધાનસભ્ય, પાથડી વિધાનસભા
4) રાજુ નવઘરે – વિધાનસભ્ય – વસમત વિધાનસભા
શેતકરી કામદાર પાર્ટી
1) ડો. બાબાસાહેબ દેશમુખ, વિધાનસભ્ય, સંગોલા વિધાનસભા
રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથ
1) ઉત્તમરાવ જાનકર, વિધાનસભ્ય, માળશિરસ વિધાનસભા
2) નારાયણ આબા પાટીલ, વિધાનસભ્ય કરમાળા વિધાનસભા
3) બજરંગ સોનાવણે સાંસદ, બીડ લોકસભા
4) સંદીપ ક્ષીરસાગર વિધાનસભ્ય, બીડ વિધાનસભા
આ પણ વાંચો… મનોજ જરાંગે-પાટીલના આંદોલનને કારણે દક્ષિણ મુંબઈમાં જનજીવન ઠપ્પ, જાણો વર્તમાન સ્થિતિ