(function () { const isHomepage = window.location.pathname === "/"; const isCategoryPage = window.location.pathname.includes("News"); if (isHomepage) { _taboola.push({ homepage: "auto" }); } else if (isCategoryPage) { _taboola.push({ category: "auto" }); } else { _taboola.push({ category: "auto" }); } !(function (e, f, u, i) { if (!document.getElementById(i)) { e.async = 1; e.src = u; e.id = i; f.parentNode.insertBefore(e, f); } })( document.createElement("script"), document.getElementsByTagName("script")[0], "//cdn.taboola.com/libtrc/thebombaysamachar/loader.js", "tb_loader_script" ); if (window.performance && typeof window.performance.mark === "function") { window.performance.mark("tbl_ic"); } })();
મહારાષ્ટ્ર

મરાઠા અનામત: શા માટે મનોજ જરાંગેને મુંબઈ સુધી આંદોલન કરવાની આવી નોબત? જાણી લો માંગણીઓ!

મુંબઈ: ‘એક મરાઠા લાખ મરાઠા’ના નારા સાથે મરાઠા આરક્ષણની માગણીને લઈને મનોજ જરાંગે પાટીલ લાખો મરાઠા કાર્યકરો સાથે મુંબઈ પહોંચી ગયા છે. 26 જાન્યુઆરી 2024 રોજ મુંબઈથી લગભગ 130 કિલોમીટર દૂર આવેલા પુણેમાં જરાંગે પાટીલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને રાજ્ય સરકારને મરાઠા સમાજને આરક્ષણ આપવાના મુદ્દે નિર્ણય લેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે રાજ્ય સરકાર જરાંગેને આંદોલન અને અનશન પાછું લેવા માટે પ્રયત્નો કરી રહી છે, પણ મરાઠા આરક્ષણની માગણીને લઈને અડીખમ રહેલા જરાંગે પાટીલે જ્યાં સુધી મરાઠાઓને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી આંદોલન અને અનશન બંધ નહીં થશે એવું સરકારને જણાવ્યું હતું.

જાલનાના અંતરવલી સરતી ગામમાંથી 20 જાન્યુઆરીએ મુંબઈ આવવા નીકળેલા જરાંગે પાટીલ અને લાખો મરાઠા કાયકારો મુંબઈમાં આંદોલન અને બેમુદત અનશન પર બેસવાની તૈયારીમાં છે. જોકે મુંબઈના આઝાદ મેદાનમાં જરંગે પાટીલને આંદોલન કરવાની પરવાનગી પ્રશાસન દ્વારા નકારવામાં આવી હતી. આ બાબતે જરાંગે પાટીલે કહ્યું હતું કે જ્યાં સુધી મરાઠા સમાજને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી તેઓ મુંબઈ છોડીને પોતાના ઘરે નહીં જશે.


મુંબઈમાં જરાંગે પાટીલના આંદોલનને રોકવા માટે બોમ્બે હાઇ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. આ અરજીને અદાલતે ફગાવી કાઢી હતી અને મહારાષ્ટ્ર સરકારને મુંબઈમાં કોઈપણ પ્રકારની હિંસા અને ટ્રાફિક ન સર્જાય તેના માટે વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો. મરાઠાઓને આરક્ષણ આપવા માટે રાજ્ય સરકારના બેકવર્ડ ક્લાસ કમિશન દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મરાઠા સમાજના લોકો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે કેટલા પાછળ છે એ બાબતની માહિતી મેળવવામાં આવી રહી છે. આ સર્વે 31 જાન્યુઆરી સુધી ચાલશે એવી માહિતી એક અધિકારીએ આપી હતી.


મનોજ જરાંગે પાટીલની મરાઠા આરક્ષણને લઈને કેટલીક માગણી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ માગણીઓમાં મરાઠા સમાજને ઓબીસી આરક્ષણ હેઠળ સરકારી નોકરી અને શિક્ષણમાં આરક્ષણ આપવું તેમ જ આ આરક્ષણમાં કોઈ પણ પ્રકારની શરતો અને નિયમ ન હોવા જોઈએ, જ્યાં સુધી સરકાર મરાઠાઓને આરક્ષણ નહીં આપે ત્યાં સુધી મુંબઈમાં આંદોલન શરૂ રહેશે. રાજ્યમાં આંદોલન દરમિયાન મરાઠા આરક્ષણ આંદોલનકારીઓ સામે દાખલ કરવામાં આવેલા ગુનાઓને રદ કરવા માટે એક નિશ્ચિત તારીખ જાહેર કરવી. આ સાથે રાજ્ય સરકાર મરાઠા સમાજના આર્થિક અને સામાજિક પછાતપણાનું સર્વે કરવા માટે ભંડોળ પૂરું પાડી સર્વે ટીમ બનાવે અને મરાઠાઓને કુણબી જાતિના પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી તેમાં મહારાષ્ટ્ર શબ્દ પણ સામેલ કરવો, આવી અરજી મરાઠા સમાજના આંદોલનકારીઓ દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button