મહારાષ્ટ્ર

એક કલાક સુધી હૃદય બંધ થઇ ગયું અને પછી….

નાગપુર: 25 ઓગસ્ટના રોજ એક 38 વર્ષીય વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો અને એક કલાકથી વધુ સમય સુધી ડોક્ટરોને તેના ધબકારા સંભળાતા જ નહોતા. જેના કારણે તેને મૃત માની લેવામાં આવ્યો પરંતુ ડોક્ટરો તેને ફરી જીવીત કરવામાં સફળ રહ્યા હતા. ઓછામાં ઓછા 45 દિવસ સુધી તેને આઇસીયુમાં રાખવામાં આવ્યા બાદ તે ચમત્કારિક રીતે સ્વસ્થ થઇને 13 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે પરત ફર્યો હતો. ડોક્ટરો પણ આ ઘટનાને એક ચમત્કાર માની રહ્યા છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર જો કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન(સીપીઆર) અથવા ધબકારા 40 મિનિટ પછી હૃદય બંધ થઈ જાય છે. તેમ છતાં આ વ્યક્તિ બચી ગયો આ ઘણી મોટી બાબત છે.
આ વ્યક્તિ એક આઈટી કંપનીમાં કામ કરતો હતો તેને 3-4 દિવસથી છાતીમાં બળતરાની ફરિયાદ હતી અને 25 ઓગસ્ટના હોસ્પિટલ પહોંચતા પહેલા બે વાર બેહોશ થઈ ગયો હતો.


આ ઘટનામાં કાર્ડિયોલોજિસ્ટએ દર્દીની ઉંમર અને મોનિટર પર દેખાતા વેન્ટ્રિક્યુલર ફાઇબરિલેશનને કારણે 40-મિનિટની મર્યાદા પૂરી થઇ ગઇ હતી તેમ છતા હૃદયમાં એક કલાક બાદ ફરી ધબકારાનો અહેસાસ થયો અને આ બહુ મોટી બાબત હતી. જો કે અમે એક કલાક સુધી સતત સીપીઆર આપવાનું ચાલુ રાખ્યું હતું.


પ્રથમ સીપીઆર 20 મિનિટથી વધુ સમય માટે ચાલુ રહ્યું હતું ત્યારે 30 સેકન્ડ જેટલા ધબકારા રેકોર્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ કટોકટીને કારણે અને વધારે સમય માપી શક્યા નહિ પરંતુ અને પીસીઆર આપવાનું ચાલુ જ રાખ્યું હતું. અને એક કલાક પછી અમને એકદમ મંદ ગતિએ ધબકારા ફીલ થયા. જો કે તે પણ એક રિસ્ક જેવા જ હતા પરંતુ તેમ છતાં અમે આગળની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. જેમાં આમારે લાંબા સમય સુધી સીપીઆર આપવાનું હતું અને તેના કારણે પાંસળીઓ તૂટવાની સંભાવના પણ વધી જાય છે. આ ઉપરાત તેમને વારંવાર ઇલેક્ટ્રિક શોક પણ આપવા પડે છે જેના કારણે ત્વચા બળી શકે છે. જો કે અહી સારા સીપીઆરને કારણે આ દર્દીને આ બેમાંથી કોઈ પણ આડઅસર થઈ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button