Malaika અરોરાએ માલદીવમાં લગાવી આગ, બિકિની બની ચર્ચાનું કારણ
મુંબઈ: જો ચાળીસી વટાવ્યા બાદ પણ ફિટનેસ અને હેલ્થના આઇકોન બન્યા હોય તેવા બોલીવુડના કલાકારોનું નામ લઇએ તો તેમાં મલાઇકા અરોરાનું નામ ચોક્કસ લેવાય. શ્ર્વેતા તિવારી હોય કે મિલિંદ સોમણ હોય આ બધા કલાકારોની ઉંમર વધતી જ ન હોય તેવું તેમનું શરીર સૌષ્ઠવ અને તેમનું આરોગ્ય જોઇને લાગે. તેમાં પણ મલાઇકો તો ચાળીસી નહીં, પરંતુ પચાસ વર્ષની ઉંમર વટાવી ચૂકી છે અને આ ઉંમરે સ્વિમીંગ સૂટ કે બિકિની પહેરવા માટે હિંમત તો જોઇએ જ.
પરંતુ જો તમારું શરીર મલાઇકા અરોરા જેવું હોય તો પછી તમારે આવા કોઇ પણ ડ્રેસ પહેરતા પહેલા બે વખત વિચારવું ન પડે. ઉલટાનું મલાઈકાનું ફિગર જોઇને જુવાન યુવતીઓને કોમ્પ્લેક્સ આવી જાય તેવી કાળજી તેણે પોતાના શરીરની રાખી છે.
.
અવારનવાર મલાઇકા અરોરા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકતી હોય છે અને તેની તસવીરો તેના બોલ્ડ અવતાર અને હોટનેસના કારણે ખૂબ વાઇરલ પણ થતી હોય છે.
હાલમાં જ મલાઇકા અરોરાની વધુ એક તસવીર વાઇરલ થતી હોય છે અને તે પણ સ્વિમ સૂટ પહેરેલી. આ સ્વિમ સૂટ વર્સાચેનો હતો એટલે તેની કિંમત પણ કંઇ જેવી તેવી ન હોય. મલાઇકાએ પોતાની તસવીર શેર કરતા લખ્યું હતું કે આ સ્વિમ સૂટની કિંમત છે 79,000 રૂપિયા. આ સ્ટ્રેચ પોલિસ્ટર જર્સીથી બનેલો છે. આ બ્લેક બોરોકો બિકીની ટોપ છે. જે ફ્લોલેસ છે, ફિટ છે અને કમ્ફર્ટ માટે પ્રખ્યાત છે..
મલાઇકાની આ તસવીર માલદિવ્સની છે જ્યાં તે હાલ પોતાનો ફ્રી ટાઇમ વીતાવી રહી છે અને વેકેશનની ખૂબ મજા માણી રહી છે. મલાઇકાના ફેન્સ પણ તેના વેકેશનની તસવીરો જોઇને તેના પર ભરપૂર કમેન્ટ્સ કરી રહ્યા છે અને તેની સુંદરતા અને ફિટનેસના વખાણ કરી રહ્યા છે.