મનોરંજન

VIDEO: ઈદની ટ્રેન જોઈને માહિરા ખાનને યાદ આવ્યો “બજરંગી ભાઈજાનનો ચાંદ નવાબ”

નવી દિલ્હી: પાકિસ્તાની પત્રકાર ચાંદ નવાબથી તમે અજાણ છો? એ જ ચાંદ નવાબ જેમનું પાત્ર નવાઝુદ્દીન સિદ્દીકીએ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં ભજવ્યું હતું. હવે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પણ તે ચાંદ નવાબની મોમેન્ટથી બચી શકી નથી. જ્યારે માહિરા ખાને રેલ્વે સ્ટેશન પર ટ્રેન ઉભી જોઈ ત્યારે તેણે બજરંગી ભાઈજાન ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીનાં ઓરિજિનલ વોઇસ સાથે એક રીલ શેર કરી હતી. જે જોઈને તેના ફેન્સ રમૂજી કમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાનની હિરોઈન બીજી વખત દુલ્હન બની

ચાંદ નવાબ તો બનતા હી હૈ

માહિરા ખાને આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયોમાં, તે ખુલ્લા વાળ સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. માહિરા ખાન આ સુંદર લુક સાથે સ્ટેશન પ્લેટફોર્મ પર પહોંચી હતી. જ્યાં તે ટ્રેનની સામે ઊભી રહી હતી અને પીસ ટુ કેમેરા સ્ટાઇલમાં બોલી રહી હતી. બેકગ્રાઉન્ડમાં ચાંદ નવાબનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. તેના પર માહિરા ખાને આ વીડિયો બનાવ્યો છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા તેણે લખ્યું કે ઈદ આવવાની છે અને ટ્રેન સ્ટેશન પર શૂટિંગ હતું. “તો ચાંદ નવાબ તો બનતા હી હૈ.”

View this post on Instagram

A post shared by Mahira Khan (@mahirahkhan)

15 વર્ષ થયા મોડા

માહિરા ખાનની આ પોસ્ટ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. માત્ર ત્રણ કલાકમાં, આ વીડિયોને 1 લાખ 47 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. એક ફેન્સે લખ્યું કે તમે આ વીડિયો બનાવવામાં 15 વર્ષ મોડા છો. વાસ્તવમાં ચાંદ નવાબનો વીડિયો ઘણો જૂનો છે. જે તે સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button