મહાયુતિ ‘ફેવિકોલ કા જોડ, કભી તૂટેગા નહીં’: શિંદેનો વિપક્ષને જવાબ

મુંબઈઃ રાજ્યમાં મહાયુતિના કાર્યકાળમાં શરૂ કરાયેલી કોઇ પણ યોજના બંધ કરવામાં આવી નથી. હું મુખ્ય પ્રધાન હતો તે કાર્યકાળમાં શરૂ થયેલી યોજનાઓ હજી ચાલુ જ છે. શિવભોજન થાળી, આનંદાચા શિધા, લાડકી બહિણ યોજના વગેરે યોજના હજી પણ ચાલી જ રહી છે અને આગળ પણ ચાલતી જ રહેશે, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
રાજ્યની એક પણ પાત્ર બહેન લાડકી બહિણ યોજનાથી વંચિત રહેશે નહીં, એમ શિંદેએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. રાજ્યમાં મહાયુતિની સરકાર તો ફેવિકોલ કા જોડ હૈ જો કભી તૂટેગા નહીં, એવો એકનાથ શિંદેએ વિપક્ષોને જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: જયંત પાટિલ વિશે આગાહી કરવી મુશ્કેલ, જો તેમને અમારો રંગ પસંદ હોય તો તેમણે સાથે આવવું જોઈએ: એકનાથ શિંદે
મહાયુતિથી નારાજ થઇને વારંવાર ગામે જાઓ છો એમ પૂછતા શિંદેએ કહ્યું હતું કે હું ખેડૂતનો દીકરો છું એટલે હું ગામે જાઉ છું. હેલિકોપ્ટરથી એટલે જાઉં છું કેમ કે ટ્રેનથી જવામાં જેટલો સમય લાગે તેટલામાં હું હજારો સહી કરી શકું. નાગરિકોના મેડિકલ સંબંધિત અથવા અન્ય કામો માટે મને કાગળો પર સહી કરવી પડતી હોય છે.
રાજ્યની દરેક યોજનાઓ શરૂ જ છે. કેટલાક લોકો કહેતા હતા કે આ યોજનાઓ બોગસ છે, પણ એ હજી પણ ચાલુ છે છે. લેક લાડકી યોજના, શાસન આપલ્યા દારી તથા અન્ય યોજનાઓ પણ શરૂ જ છે. શિવભોજન થાળી, આનંદાચા શિધા જેવી યોજનાઓ બંધ થઇ નથી. પાત્ર લાડકી બહેનો પણ યોજનાથી વંચિત રહેશે નહીં, એમ શિંદેએ કહ્યું હતું.