Breaking: મહારાષ્ટ્રનું પુણે વિચિત્ર રોગના ભરડામાંઃ એક સાથે 73
કેસપુણેઃ રાજ્યના પુણે વિસ્તારમાં એક વિચિત્ર બીમારીના કેસ એકાએક નોંધાવા લાગતા રાજ્યનું અને કેન્દ્રનું તંત્ર હરકતમાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ બીમારીના 73 કેસ નોંધાયા છે અને પુખ્ત વયના લોકો સાથે બાળકોને પણ આ બીમારી ઝપેટમાં લેતાં રાજ્ય ને કેન્દ્રની સરકાર સતર્ક થઈ છે. શહેરની ત્રણ હૉસ્પિટલોને એલર્ટ આપવામાં આવ્યું છે. શું છે આ બીમારીમળતી માહિતી અનુસાર આ બીમારીને ગુલૈન બેર સિન્ડ્રોમ (જીબીએસ)ના નામે ઓળખવામાં આવે છે.
આ બીમારી બાળકો સહિત ગમે તે ઉંમરના લોકોને થઈ શકે છે. આ બીમારી દરદીની રોગ પ્રતિકારકશક્તિ ઘટાડી નાખે છે. જોકે બીમારીનો ઈલાજ છે, પરંતુ સરકારે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ વ્યવસ્થા શરૂ કરી દીધી છે. આ પ્રકારની બીમારીના 73 કેસ બહાર આવતા કેન્દ્ર સરકારે પણ મહારાષ્ટ્ર સરકાર પાસેથી આ અંગે માહિતી માગી છે. ઘરે ઘરે સર્વે કર્યો એક અહેવાલ અનુસાર પહેલા પુણેના અમુક સમુદાયોમાંથી આવા એકાદ બે કેસ નોંધાતા હતા, પણ ગયા અઠવાડિયે જીબીએસના 14 દરદીને વેન્ટિલેટર પર રાખવાની નોબત આવતા એપિડેમિલૉજી ડિપાર્ટમેન્ટે લગભગ 7300 ઘરમાં સર્વે કર્યો અને લોકોને આ મામલે જાગૃત કર્યા. ત્યારબાદ જણાયુ કે ઘણા ઘરોમાં દરદીઓ છે જેને અસર છે.
Also read:ઓપરેશન ગંગાજળઃ ગુજરાત સરકારે વધુ ચાર આરોગ્ય અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા
શું છે લક્ષણો, કઈ રીતે ફેલાઈ છે બીમારીઆ બીમારીના લક્ષણોમાં એક તો રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. શરીરના અંગો સુન્ન પડી જાય છે અને દરદીને લાંબા સમય સુધી ડાયેરિયા રહે છે. દરદી પાસે બીમારી સામે લડવાની તાકાત રહેતી નથી અને લગભગ પથારીવશ થઈ જાય છે. આ મામલે ડોક્ટરોનું કહેવાનું છે કે પૈથોજેનિક બેક્ટેરિયા કૈમ્પાઈલોબૈક્ટર જેજુની આ સ્થિતિ માટે જવાબદાર છે. આ સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ પર જાણે હુમલો કર્યો હોય તેમ લાગે છે. મોટાભાગના દરદીઓનો સ્ટુલ ટેસ્ટ થયો છે અને તેમાં આ જ બેક્ટેરિયા જોવા મળ્યો છે. ડોક્ટોરોને એ વાતની પણ ચિંતા છે કે દરદીઓમાં પાંચ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળક, નવજાત શિશુ પણ છે. કેન્દ્ર સરકારે આ સ્થિતિનો અહેવાલ મંગાવ્યો છે અને કેન્દ્રની ટીમ અહીં આવી સર્વે કરશે અને જાણકારી મેળવશે તેવી માહિતી મળી છે.