મહારાષ્ટ્રમાં યવતમાલમાં શાળામાં પાકિસ્તાની દેશભકિત ગીત વગાડાતા વિવાદ, પોલીસ ફરિયાદ દાખલ કરાઈ…

યવતમાલ : મહારાષ્ટ્રના યવતમાલ જીલ્લામાં એક ઉર્દુ સ્કુલમાં શાળાના કાર્યક્રમમાં પાકિસ્તાનનું દેશભક્તિ ગાવામાં આવ્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યવતમાલ જિલ્લાના ઉમરાખેડ અબ્દુલ ગફુર શાહ મ્યુનિસિપલ કાઉન્સિલ ઉર્દૂ સ્કૂલ નંબર 2 ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાની દેશભક્તિ ગીત ગાવાનો અને તેના પર ડાન્સ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ ઘટના 26 જાન્યુઆરીના રોજની
આ ઘટના 26 જાન્યુઆરીના રોજ બની હોવાનું કહેવાય છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં “એય મર્દ-એ-મુજાહિદ તેરી લલકાર ક્યા હૈ” ગીત ગવાયું હતું અને તેના પર ડાન્સ પણ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે આ ગીતને પાકિસ્તાનનું દેશભક્તિ ગીત માનવામાં આવે છે.
ભાજપ નેતા ગોપાલ કલાણેએ ઉમરાખેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આ મુદ્દે ભાજપ નેતા ગોપાલ કલાણેએ ઉમરાખેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે શાળા જેવી શૈક્ષણિક સંસ્થામાં આવા ગીતનું પ્રદર્શન રાષ્ટ્રીય લાગણીઓને ઠેસ પહોંચાડે તેવું કૃત્ય છે અને રાષ્ટ્ર વિરોધી છે. આ ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો અને તેનાથી શાળા પ્રશાસનની ગંભીર બેદરકારી છતી થઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક સ્તરે વિરોધ જોવા મળી રહ્યો છે. આ મામલે સોશિયલ મીડિયા પર પણ તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઉમરાખેડ પોલીસે ફરિયાદ નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી છે.
આ એક જેહાદી ગીત
આ ઉપરાંત જે ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું તે એક જેહાદી ગીત છે અને પાકિસ્તાને તેને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો છે. આ ગીતનો ઉપયોગ વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં કરવામાં આવ્યો હતો. તેથી ફરિયાદના કહેવામાં આવ્યું છે કે શાળામાં આવું ગીત વગાડીને, શાળાના આચાર્ય અને શિક્ષકો રાજદ્રોહ કરી રહ્યા છે. તેથી, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.



