Maharashtra weather: મુંબઇગરા સ્વેટર-શાલ કાઢી રાખજો, રાજ્યમાં ઠંડીનો પારો ચઢશે! કોકણ અને વિદર્ભમાં વરસાદની શક્યતાઓ
મુંબઇ: રાજ્યમાં આગામી બે થી ત્રણ દિવસ છૂટા છવાયા વરસાદની શક્યતાઓ છે. મિચોંગ વાવાઝોડાને કારણે મહારાષ્ટ્ર સહિત આખા દેશના હવામાનમાં પલટો આવ્યો છે. ભારતના દક્ષિણમાં આવેલ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આની અસર રાજ્યના હવામાન પર પણ દેખાઇ રહી છે. મહારાષ્ટ્રમાં કોકણ અને વિદર્ભમાં છૂટા છવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે અહીં ઠંડીનો પારો હવે ચઢી રહ્યો છે. આ વર્ષે મુંબઇમાં પણ આગામી બે દિવસ તાપમાન ઘટવાની શક્યતાઓ છે. તો મુંબઇગરા સ્વેટર શાલ કાઢી રાખજો.
પુણે સહિત રાજ્યમાં આગામી 5 થી 6 દિવસ સુધી લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેલાની શક્યતાઓ છે. સવારે અને રાતે ઠંડીની અસર રહેશે. આજે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે. જોકે 13મી ડિસેમ્બર સુધી વરસાદની પણ શક્યતાઓ રહેલી છે.
આગામી 24 કલાકમાં તામિલનાડૂ, કેરલ, કર્ણાટક અને લક્ષદ્વીપમાં કેટલાંક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. ઇશાન ભારત અંદમાન અને નિકોબાર દ્વીપ તથા આંધ્ર પ્રદેશમાં કેટલાંક સ્થળોએ વરસાદની શક્યતાઓ છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઇશાન ભારતમાં ધુમ્મસ દેખાશે. દિલ્હીમાં પણ તાપમાનનો પારો ઘટશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
મિચોંગ વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. જેને કારણે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યાતઓ છે. આવાનારા કેટલાંક દિવસોમાં મહારાષ્ટ્રમાં જોરદાર ઠંડી પડવાની શક્યતા છે. રાજ્યવના કેટલાંક વિસ્તારોમાં આજે પણ વાદળછાયુ વાતાવરણ રહેશે.
મુંબઇમાં 14મી ડિસેમ્બર બાદ તાપમાનમાં બહુ મોટો ઘટાડો થવાની શક્યતાઓ છે. મુંબઇનું હવામાન ઉત્તર તરફના પવન પર આધારીત હશે. હાલમાં તાપમાનમાં 2 થી ત્રણ અંશનો ઘટાડો થઇ શકે છે. દરમીયાન 14 અને 15 ડિસેમ્બરના રોજ દેશના કેટલાંક વિસ્તારોમાં હિમવૃષ્ટીની શક્યતાઓ છે. જેને કારણે મુંબઇસહિત આખા રાજ્યમાં જોરદાર ઠંડી પરડવાની શક્યતાઓ છે.