મહારાષ્ટ્રના આ જિલ્લામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો ચમત્કાર, આ ચૂંટણી જીતી
લાતુર: મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં 25 વર્ષીય ફાર્મસી ભણતી વિદ્યાર્થિની પંચાયત (ગ્રામ્ય સંસ્થા)ના સભ્ય તરીકે ચૂંટાઈ આવી છે. ત્રણ પેનલે ગામના સરપંચ પદ સહિત 12 પંચાયત બેઠક માટે ચૂંટણી લડી હતી, જેમાં એનસીપી (નેશનલ કોંગ્રેસ પાર્ટી) સમર્થિત ગ્રામ વિકાસ પરિવર્તન પેનલે કુલ 8 બેઠક જીતી હતી. આ ઇલેક્શનમાં મોહિની ગુરવને ઔસા તાલુકામાં અલમાલામાં ગામમાં 700માંથી 568 વોટ સાથે જીત મેળવી હતી.
એમ. ફાર્માના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ગુરવેએ જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યોના પ્રોત્સાહનને કારણે તેને ગ્રામ વિકાસ પરિવર્તન પેનલના સભ્ય તરીકે ચૂંટણી લડવાની તક મળી હતી.
ગુરવે કહ્યું હતું કે હું મારા અભ્યાસમાં વ્યસ્ત હોવાથી મારા વોર્ડના લોકોને વધારે મળી શકી નહોતી. તેમ છતાં, ગ્રામજનોએ મારા પર પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો અને મને બહુમતીથી વિજેતા બનાવી. હું ગામના સ્થાનિક સમસ્યાઓથી વાકેફ છું. તેથી જ મેં ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું.
એનસીપી ઔસાના કાર્યકારી અને ગ્રામ વિકાસ પરિવર્તન પેનલના વડા પ્રમુખ નરેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે તેઓ ગ્રામજનોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરશે અને ગામના વિકાસ માટે કામ કરશે. તેમણે કહ્યું હતું કે તે જ સમયે તમામ સમુદાયોને સમાન તકો આપવામાં આવશે.