રાજ્યમાં સેવા નિયમોમાં ઐતિહાસિક ફેરફાર થશે!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકારના વહીવટી માળખામાં મોટા પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી પડતર સેવા પ્રવેશ નિયમોમાં હવે ફેરફાર કરવામાં આવશે, અને આગામી વર્ષ 2026 ‘મોટા પાયે ભરતીનું વર્ષ’ હશે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે, સમય સાથે રાજ્ય સરકારના દરેક કેડરમાં જવાબદારીઓ બદલાઈ ગઈ છે, પરંતુ નિયમો જૂના જ રહ્યા છે. આ નિયમો બદલ્યા વિના સરકાર ગતિશીલ બની શકતી નથી. આ પૃષ્ઠભૂમિમાં, સરકારે રાજ્યના તમામ પદો માટે સેવા પ્રવેશ નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે કેમ કહ્યું કે ભારતના Gen-Z નેપાળ જેવું નહીં કરે
મુંબઈના યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં, કરુણાના ધોરણે (પીટી કેસ) અને કારકુની શ્રેણીમાં 10,309 ઉમેદવારોને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, કરુણાના ધોરણે નોકરી આપવી એ દયા નથી, તે સરકારની જવાબદારી છે. જો કોઈ કર્મચારીના પરિવાર પર કોઈ સંકટ આવે છે, તો તે પરિવારની સંભાળ રાખવી એ સરકારની ફરજ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 80 ટકા કરુણાના ધોરણે થવા યોગ્ય નિમણૂંકો પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની બધી ટૂંક સમયમાં પૂર્ણ થશે.
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે પોતાના સ્વ-પ્રચારમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું: હર્ષવર્ધન સપકાળ
કાર્યક્રમમાં ભાવનાત્મક ક્ષણનો પણ અનુભવ
26/11ના હુમલામાં શહીદ થયેલા સબ-ઇન્સ્પેક્ટર પ્રકાશ પાંડુરંગ મોરેની પુત્રી અનુષ્કા મોરેને નિયમોમાં ખાસ છૂટછાટ આપવામાં આવી હતી અને કરુુણાના ધોરણે તેમની નિમણૂંક કરવામાં આવી ત્યારે કાર્યક્રમમાં ભાવનાત્મક ક્ષણનો અનુભવ થયો હતો. ‘અમને ગર્વ છે કે અનુષ્કાને ન્યાય મળ્યો,’ એમ ફડણવીસે કહ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું, આજનો દિવસ મહારાષ્ટ્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. પારદર્શિતા દ્વારા 10,000થી વધુ ઉમેદવારોને નોકરી મળી છે. આ દિવસ રોજગાર ક્રાંતિની શરૂઆત છે.
રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારો, 3,078, કોંકણના છે, જ્યારે બાકીની નિમણૂકો વિદર્ભ, મરાઠવાડા, નાસિક અને પુણે પ્રદેશોમાં કરવામાં આવી છે.