મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરની તમામ આરટીઓ બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં તમામ બોર્ડર ચેક પોસ્ટ્સ (આરટીઓ બોર્ડર ચેક પોસ્ટ્સ) કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ જાહેરાત કરી હતી, તેમણે પુષ્ટિ કરી હતી કે પરિવહન વિભાગે તમામ વહીવટી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કચેરીને સકારાત્મક દરખાસ્ત રજૂ મોકલી છે.
હવે પરિવહન ખાતું તેમના પ્રસ્તાવને મુખ્ય પ્રધાન અને કેબિનેટની માન્યતાની રાહ જોઈ રહી છે. આ નિર્ણય લેવાથી હવે મહારાષ્ટ્ર દેશના 18 રાજ્યોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં આરટીઓ ચેક પોસ્ટ બંધ કરી દેવામાં આવી છે..
આ પણ વાંચો: દહિસર ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામના નિરાકરણ માટે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકનું 3 દિવસનું અલ્ટિમેટમ
શું છે નિર્ણય?
આ સીમાચિહ્નરૂપ નિર્ણય ટ્રાન્સપોર્ટ યુનિયનો, હિસ્સેદારો અને કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર કરવામાં આવેલી અપીલ અને ફોલો-અપના પ્રતિભાવમાં લેવામાં આવ્યો છે. આ પગલાનો ઉદ્દેશ આંતરરાજ્ય પરિવહનમાં આવતી અડચણો દૂર કરવાનો માર્ગ સલામતી વધારવાનો અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ માળખાને અનુરૂપ પેપરલેસ, ટેકનોલોજી-આધારિત મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવાનો છે.
પ્રક્રિયાના ભાગ રૂપે 504 કરોડ રૂપિયાનું અગાઉ સંકલિત ચેકપોસ્ટના સંચાલન માટે નિયુક્ત કરાયેલી ખાનગી એજન્સીને વળતરપેટે ચૂકવવામાં આવશે, ત્યારબાદ તમામ તકનીકી અને ભૌતિક માળખાકીય સુવિધાઓ પરિવહન વિભાગને ટ્રાન્સફર કરવામાં આવશે.
શું છે આરટીઓ ચેક પોસ્ટ?
બોર્ડર ચેક પોસ્ટ 1966માં સ્થાપિત કરવામાં આવી હતી અને તેમનો મૂળ હેતુ વાહનોની અવરજવર પર નિયંત્રણ રાખવું, પરિવહન કાયદાનો અમલ કરવો અને રોડ ટેક્સ વસૂલ કરવાનો હતો. જોકે, જીએસટી અને ડિજિતટલ મોનિટરિંગ અદ્યતન બની ગયા બાદ હવે ચેક પોસ્ટની આવશ્યકતા રહી નથી.