મહારાષ્ટ્રમાં જીબીએસના પાંચ નવા કેસઃ કુલ કેસ ૧૬૩ થયા
પુણે: મહારાષ્ટ્રમાં જીબીએસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પુણેમાં પાંચ નવા કેસ સામે આવતા કુલ કેસ ૧૬૩ કેસ થઈ ગયા છે, એમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યમાં આ બીમારીથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ સોમવારે પાંચ કેસ મળી આવ્યા હતા. પુષ્ટિ થયેલા જીબીએસ કેસોની સંખ્યા ૧૨૭ છે. ૧૬૩ સંદિગ્ધ કેસમાંથી ૩૨ કેસ પૂણે શહેરના, ૮૬ કેસ પૂણે કોર્પોરેશનની હદ સાથે જોડાયેલા ગામના, ૧૮ પિંપરી ચિંચવડના અને ૧૯ કેસ પૂણેના અન્ય ગ્રામીણ વિસ્તારના અને ૮ અન્ય જિલ્લાઓના છે.
આ પણ વાંચો: રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધ્યુંઃ દૂષિત પાણી જવાબદાર હોવાની ડોક્ટરોને શંકા…
અધિકારીએ જણાવ્યું હતું કે ૧૬૩ દર્દીઓમાંથી ૪૭ દર્દીઓને અત્યાર સુધીમાં રજા આપવામાં આવી છે, ૪૭ દર્દીઓ આઈસીયુમાં હતા અને ૨૧ દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા.
તેમણે જણાવ્યું હતું કે પુણે શહેરના વિવિધ ભાગોમાંથી કુલ ૧૬૮ પાણીના નમૂના રાસાયણિક અને જૈવિક વિશ્લેષણ માટે જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા, જેમાં આઠ પાણીના નમૂનાઓ દૂષિત હોવાનું જાણવા મળ્યું હતું.