આમચી મુંબઈમહારાષ્ટ્ર

આ કારણે મહારાષ્ટ્રના નાગરિકો પર તોળાઈ રહ્યું છે વીજ સંકટ…

નાગપુર: નાગપુરમાં કોરાડી થર્મલ પાવર પ્લાન્ટનો ૬૬૦ મેગાવોટનો પ્લાન્ટનો ૮ નંબર બોઈલર ૧૪ મેના રોજ ટ્યુબ લીકેજને કારણે બંધ થઈ ગયો હતો. પ્લાન્ટ બંધ થવાથી અહીં વીજ ઉત્પાદનમાં લગભગ ૬૦૦ મેગાવોટનો ઘટાડો થયો છે. તેથી રોજની ૧,૯૦૦ મેગાવોટને બદલે અહીં માત્ર ૧,૩૧૨ મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. પ્લાન્ટને રિપેર કરવામાં હજુ થોડા દિવસો લાગશે. દરમિયાન, શુક્રવારે ૧૭ મે ના રાજ્યમાં વીજળીની માંગ લગભગ ૨૭,૦૦૦મેગાવોટ હતી. જેમાંથી ૨૩,૭૦૦ મેગાવોટની માંગ માત્ર મહાવિતરણ દ્વારા કરવામાં આવી હતી.

મુંબઈની માંગ પણ ૪૦૦૦ મેગાવોટની નજીક હતી. મહાવિતરણના જનસંપર્ક વિભાગે દાવો કર્યો છે કે આ પ્લાન્ટ બે દિવસમાં શરૂ થઈ જશે. દરમિયાન, મહાવિતરણના જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે હાલમાં માંગ ઓછી છે અને જરૂરી વીજળી ઉપલબ્ધ છે. જો રાજ્યમાં વીજળીની માંગમાં અચાનક વધારો થશે તો વીજળી પુરવઠા પર અસર થવાની સંભાવના છે.


રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ અને કેટલાક ભાગોમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે રાજ્યભરમાં પંખા, એર કંડિશનર સહિતના ઈલેકટ્રીક ઉપકરણોનો ઉપયોગ વધી ગયો છે. દરમિયાન, રાજ્યમાં સમયાંતરે વીજળીની માંગ અચાનક વધી રહી છે.


કોરાડી કેન્દ્રમાં આ જ પ્લાન્ટ ૪ મેના રોજ પણ બોઈલર ટ્યુબ લીકેજને કારણે બંધ થઈ ગયું હતું. તે પછી, બોઈલર ટ્યુબ ફરીથી લીક થઈ અને આ સેટ ફરીથી બંધ થઈ ગયો. દરમિયાન હલકી કક્ષાના કોલસાનો ઉપયોગ થતો હોવાથી વારંવાર આ ટેકનિકલ ખામી સર્જાતી હોવાની લોકસભામાં ફરિયાદ કરવામાં આવી છે. આ મુદ્દે ત્રણ દિવસ સુધી મહાનિર્તિના સંબંધિત અધિકારીઓને વારંવાર પૂછવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત