મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં થઈ ધમાલ: સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારી | મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં થઈ ધમાલ: સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારી

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં એક પોલીસ સ્ટેશનની અંદર બે પોલીસ કર્મચારી વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. બંને પોલીસકર્મીઓ પહેલા તો કોઈ મુદ્દે એકબીજા સાથે ઘણી ચિલ્લમચિલ્લી કરી અને પછી ઝપાઝપી કરવા લાગ્યા હતા. બુધવારે આ મામલાની માહિતી આપતી વખતે એક પોલીસ અધિકારીએ કહ્યું કે સબ-ઇન્સ્પેક્ટર એસએસ અનિબોઇનવાડ અને કોન્સ્ટેબલ દયાનંદ મક્કાના એકબીજા સાથે બાખડી પડ્યા હતા. મળતી માહિતી મુજબ આ ઝપાઝપીમાં બેને પોલીસ કર્મચારીને સામાન્ય ઇજા થઇ હતી. લાતુરના કથિત પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક અંગત કારણોસર બંને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને બાદમાં મારામારી થઇ હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીએ સબ-ઇન્સ્પેક્ટર એસએસ અનિબોઇનવાડ અને કોન્સ્ટેબલ દયાનંદ મક્કાની કથિત ગેરવર્તણૂંક અંગે તપાસના આદેશ આપ્યા છે અને જણાવ્યું છે કે રિપોર્ટ આવ્યા બાદ બંને સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button