મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ૫,૦૨૩ પાકિસ્તાની શોર્ટ-ટર્મ વિઝાવાળા ૧૦૦૦ને ઘરભેગા થવા કહ્યું

મુંબઈ: મહારાષ્ટ્રમાં ૫,૦૦૦ પાકિસ્તાની નાગરિક રહે છે અને તેમાંથી ૧૦૦૦ શોર્ટ-ટર્મ પાકિસ્તાની નાગરિકને ૨૭મી એપ્રિલ સુધી ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું, મહારાષ્ટ્રના પ્રધાન યોગેશ કદમે શનિવારે જણાવ્યું હતું.

અમુક પાકિસ્તાની દેશમાં છેલ્લા આઠથી દસ વર્ષથી રહે છે, અમુકે અહીં લગ્ન કર્યા છે અને અમુક પાકિસ્તાનીએ પોતાના પાકિસ્તાન વિઝા સોંપીને ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી છે, એમ કદમે વધુમાં જણાવ્યું હતું.

‘મારા અંદાજ પ્રમાણે ૪,૦૦૦ પાકિસ્તાની લોંગ-ટર્મ વિઝા (લાંબા સમયગાળાના વિઝા) પર છે અને ૧,૦૦૦ સાર્ક વિઝા પર છે જેઓ રાજ્યમાં ફિલ્મ, મેડિકલ, પત્રકારત્વ અથવા વ્યક્તિગત કાર્ય માટે આવ્યા છે’, એમ તેમણે જણાવ્યું હતુ.

આ પણ વાંચો: Video: લંડનમાં પાકિસ્તાની અધિકારીએ જાહેરમાં કરી આવી ઘૃણાસ્પદ હરકત, ભારતીયો રોષે ભરાયા

શોર્ટ-ટર્મ વિઝા પર જેઓ અહીં આવ્યા છે તેઓને ૨૭મી એપ્રિલ સુધી દેશ છોડી દેવા કહેવામાં આવ્યું છે, જ્યારે મેડિકલ વિઝા ધરાવનારાઓને વધુ બે દિવસનો સમય આપવામાં આવ્યો છે, એમ કદમે જણાવ્યું હતું.

પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તંગદિલી જોવા મળી રહી છે. ભારત તરફથી પાકિસ્તાનીઓને તાત્કાલિક દેશ છોડી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

વિદેશી બાબતન અને ગૃહ મંત્રાલય દ્વારા પાકિસ્તાનીઓને ૨૭મી એપ્રિલ સુધી ભારત છોડી દેવાની મુદત આપવામાં આવી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: બલુચિસ્તાનમાં ફરી હુમલો, IED બ્લાસ્ટમાં 10 પાકિસ્તાની સૈનિકોનાં મોત

આ દરમિયાન નાશિક સત્તાવાળાઓને તેમના શહેરમાં છ પાકિસ્તાની મહિલા રહેતી હોવાનું જણાયું છે, પરંતુ તેઓને સત્તાવાર દેશ નિકાલ માટેનો નિર્દેશ કરાયો નથી.

૧૦૭ પાકિસ્તાનીએ ચિંતા વધારી

રાજ્યના વિવિધ ભાગમાં ૫,૦૨૩ પાકિસ્તાની નાગરિક છે જેમાંથી ફક્ત ૫૧ જણ પાસે અધિકૃત દસ્તાવેજો છે અને ૧૦૭ જણની કોઇ માહિતી જ ઉપલબ્ધ નથી. આ લોકો ક્યાં ગયા, હાલમાં તેઓ શું કરી રહ્યા છે એ અંગે કોઇને કંઇ ખબર જ નથી.
૫,૦૨૩માંથી નાગપુરમાં ૨,૪૫૮, થાણે જિલ્લામાં ૧,૧૦૬ પાકિસ્તાનીઓ છે. ચિંતા હવે ૧૦૭ પાકિસ્તાનીની છે જેઓ વિશે પ્રશાસન પાસે કોઇ માહિતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button