મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ચાર અંગ પ્રત્યારોપણ સંકલન કેન્દ્ર બનાવવામાં આવશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાર ઝોનલ અંગ પ્રત્યાર્પણ સંકલન કેન્દ્રો સ્થાપવામાં આવશે એવી માહિતી રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે ગુરુવારે કહ્યું હતું.

આ ઉપરાંત માનવી અંગ પુન:પ્રાપ્તી કેન્દ્રો સરકારી હોસ્પિટલમાં સ્થાપવામાં આવશે અને દરેક હોસ્પિટલમાં સંકલનકર્તાની નિયુક્તિ કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: Gujarat માં કિડની અને લીવરના પ્રત્યારોપણ બાદ કેટલા દર્દીના મોત થયા? સરકારે જાહેર કર્યો આંકડો

અંગ પ્રત્યારોપણ સંકલન કેન્દ્રો અમરાવતી, કોલ્હાપુર, નાશિક અને સોલાપુરમાં સ્થાપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
અંગ દાન અને પ્રત્યારોપણ રાજ્યમાં ગતિ પકડી રહ્યું છે. વધુ પારદર્શક અને અસરકારક વ્યવસ્થા તૈયાર કરવાથી વેગ મળશે.

અંગ દાન માટે જનજાગૃતિની આવશ્યકતા હોવાથી રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે, એમ પણ તેમણે કહ્યું હતું.
રાજ્યના સ્થાપના દિને એટલે કે પહેલી મેના રોજ અંગદાન કરનારાઓ અને તેમના પરિવારજનોનું પાલક પ્રધાનો અને કલેક્ટરોને હસ્તે સન્માન કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button