ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

નાંદેડમાં આવકવેરા વિભાગના દરોડામાં જપ્ત થયેલ રોકડ રૂપિયાને ગણતાં જ અધિકારીઓને 14 કલાક લાગ્યા ..

મુંબઈ : મહારાષ્ટ્રના નાંદેડમાં (nanded)આવકવેરા વિભાગે (Income Tax Department) એકસાથે અનેક જગ્યાએ દરોડા (raids) પાડીને એક મોટી કાર્યવાહી કરી હતી. સતત 72 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ 170 કરોડની બેનામી સંપતિ જપ્ત કરવામાં આવી છે. જપ્ત થયેલ સંપતિમાં 8 કિલો સોનું અને 14 કરોડ રોકડ રકમનો સમાવેશ થાય છે. જેને ગણવા માટે આવકવેરા વિભાગે મશીન મંગાવ્યું હતું તેમ છતાં ગણતરીમાં 14 કલાકનો સામે લાગ્યો હતો.

મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવક વેરા વિભાગે એક મોટી કાર્યવાહી કરી હતી. નાંદેડમાં ભંડારી ફાઇનાન્સ તેમજ આદિનાથ કો. ઓપરેટીવ બેન્ક પર itની ટીમે દરોડા પાડયા હતા. આ દરમિયાન કરોડોની બેહીસાબી સંપતિ પ્રાપ્ત થઈ હતી. જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે અને દરોડા દરમિયાન સૌથી વધુ રોકડ રકમ જપ્ત છે. જેને ગણવામાં જ અધિકારીઓને 14 કલકનો સમય લાગ્યો હતો.

સતત 72 કલાક સુધી ચાલેલ આ રેઈડમાં આવકવેરા વિભાગને ભંડારી પરિવાર પાસેથી 8 કિલો સોનું અને 14 કરોડ રોકડ સહિત કુલ 170 કરોડની સંપતિ જપ્ત થઈ હતી. ભંડારી પરિવારમાં વિનય ભંડારી, સંજય ભંડારી, આશિષ ભંડારી, સંતોષ ભંડારી, મહાવીર ભંડારી અને પદ્મ ભંડારીનો નાંદેડમાં ફાઇનાન્સનો વ્યવસાય છે. તેમની ટેક્સ ચોરીની ફરિયાદ મળી હતી. જેના ભાગરૂપે આવકવેરા વિભાગે પૂણે, નાંદેડ, છત્રપતિ સંભાજીનગર, નાસિક, નાગપુર અને પરભણી જિલ્લામાં સામૂહિક રીતે આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ટીમે 10 મી મેના રોજ ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કો. ઓપરેટિવ બેન્ક પર રેઈડ પાડી હતી.

લગભગ 100 જેટલા અધિકારીઓ અને 25 જેટલા વાહનો સાથે આવકવેરા વિભાગની ટીમે નાંદેડમાં દરોડા પાડયા હતા. ટીમે અલીભાઈ ટાવરમાં ભંડારી ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડના કાર્યાલય, કોઠારી કોમ્પલેક્ષ અને કોકાંટે કોમ્પલેક્ષના ત્રણ કાર્યાલયો તેમજ આદિનાથ બેન્કની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. સતત ત્રણ દિવસ ચાલેલ દરોડામાં આવકવેરા વિભાગને 170 કરોડની સંપતિ જપ્ત થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button