ખાંડના વધુ પડતા સેવનથી શાળાના બાળકો ટાઇપ-2 ડાયાબિટીસનો ભોગ બને છે: મહારાષ્ટ્રના મંત્રી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના શાળા શિક્ષણ ખાતાના પ્રધાન દાદાજી ભૂસેએ બુધવારે જણાવ્યું હતું કે શાળાઓની આસપાસ સરળતાથી મળી રહેતી મીઠાઈઓ અને ખાંડવાળા પીણાંના વધુ પડતા સેવનથી બાળકોમાં ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધ્યું છે.
શિવસેનાના વિધાનસભ્ય કિશોર પાટિલ અને વિધાનસભામાં અન્ય લોકોએ ઉપસ્થિત કરેલા સવાલના લેખિત જવાબમાં, ભૂસેએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પહેલી જુલાઈના રોજ તમામ રાજ્યોને પત્ર લખીને એવી જાણ કરી હતી કે અયોગ્ય ખાવાની આદતોને કારણે બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધ્યું છે.
આ પણ વાંચો: Good News: ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિડલ ફ્રી Insulin ઉપલબ્ધ થશે, સરકારે આપી આ કંપનીને મંજૂરી
ખાંડવાળા ખોરાક અને પીણાંના વપરાશને ચકાસવા અને બાળકોમાં ટાઇપ-2 ડાયાબિટીસને રોકવા માટે, શાળાઓમાં ‘સુગર બોર્ડ’ મૂકવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને વધુ પડતી ખાંડ ખાવાના જોખમોથી વાકેફ કરી શકાય, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય શિક્ષણ બોર્ડે તેના અધિકારક્ષેત્ર હેઠળની તમામ શાળાઓને ‘સુગર બોર્ડ’ સ્થાપવા માટે સૂચના આપી છે.
ટાઇપ-2 ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જેમાં શરીર કાં તો પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા તેણે ઉત્પન્ન કરેલા ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, જેના કારણે બ્લડમાં સુગરનું સ્તર વધે છે.