મહારાષ્ટ્રે ખેડૂતો માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું
મહારાષ્ટ્ર સરકારે સ્માર્ટ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને વાજબી ભાવ મેળવવા અને આવક વધારવામાં મદદ કરવા માટે કપાસ, હળદર અને મકાઈ માટે હેજિંગ ડેસ્ક શરૂ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બાળાસાહેબ ઠાકરે કૃષિ વ્યવસાય અને ગ્રામીણ પરિવર્તન (સ્માર્ટ) પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ ખેડૂતોને વાજબી બજાર ભાવ અને ખેડૂતો માટે આવક વધારવાના હેતુથી પુણેમાં હેજિંગ ડેસ્ક શરૂ કર્યું છે.
આ ડેસ્ક શરૂઆતમાં કપાસ, હળદર અને મકાઈના પાક પર ધ્યાન કેન્દ્રિત કરશે. સમય જતાં, તેનો વિસ્તાર કરીને વધુ પાકનો સમાવેશ કરવામાં આવશે, એમ મુખ્ય પ્રધાનની કચેરી (સીએમઓ) તરફથી એક નિવેદનમાં જણાવાયું છે.
નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડેક્સ) અને તેની સંશોધન શાખા એનસીડેક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમોડિટી માર્કેટ્સ એન્ડ રિસર્ચ (એનઆઈસીઆર)ના સમર્થનથી આ પહેલનો હેતુ ખેડૂતોને બજાર ભાવમાં થતા વધઘટને કારણે થતા નુકસાનને ટાળવામાં મદદ કરવાનો છે, એમ તેમાં જણાવાયું છે.
આ પણ વાંચો: શોકિંગઃ મહારાષ્ટ્રના મરાઠવાડમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ખેડૂતોની આત્મહત્યામાં વધારો
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે એક મોટું પગલું ગણાવ્યું હતું.
મહારાષ્ટ્રના કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન (જીએસડીપી)માં કૃષિ 12 ટકા ફાળો આપે છે, છતાં પાક ઉત્પાદન હજુ પણ પ્રકૃતિ પર ભારે નિર્ભર છે.
સફળ પાક હોવા છતાં ખેડૂતો ઘણીવાર તેમના ઉત્પાદન પર ભાવ નિયંત્રણનો અભાવ ધરાવે છે. આ અનિશ્ર્ચિતતાનો સામનો કરવા માટે સરકારે નીતિઓ, આધુનિક કૃષિ પદ્ધતિઓ અને પાક વીમા યોજનાઓ દ્વારા ટેકો આપ્યો છે.
વ્યક્તિગત ખેડૂતોના મર્યાદિત સંસાધનો અને બજાર જ્ઞાનને ઓળખીને સરકારે હવે પુણેમાં એક સમર્પિત, કેન્દ્રિયકૃત કૃષિ હેજિંગ ડેસ્કની સ્થાપના કરી છે, એમ તેમાં જણાવાયું છે.
હેજિંગ ડેસ્ક કોમોડિટી કોન્ટ્રાક્ટ્સ અને જોખમ વ્યવસ્થાપન વ્યૂહરચના પર ટેકનિકલ આંતરદૃષ્ટિ પ્રદાન કરવા માટે એફપીઓ અને ક્લસ્ટર-આધારિત વ્યાપાર સંગઠનો (સીબીબીઓ) સાથે કામ કરશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના ખેડૂતોને દિવસમાં 10 કલાક આપશે વીજળીઃ ફડણવીસ
3,000 થી વધુ ખેડૂતોને હેજિંગ સાધનો અને વ્યૂહરચનાઓમાં તાલીમ આપવામાં આવશે.
આ એક જોખમ વ્યવસ્થાપન સેલની જેમ વિવિધ પ્રકારના જોખમોનું વિશ્લેષણ કરશે અને તેમાંથી રક્ષણની વ્યૂહરચના ઘડશે. તે કપાસ, મકાઈ અને હળદર માટે વાર્ષિક કોમોડિટી ભાવ જોખમ મૂલ્યાંકન અહેવાલો પ્રકાશિત કરશે, જે વર્તમાન આંતરદૃષ્ટિ, આગાહીઓ અને નીતિ ભલામણો પ્રદાન કરશે. કોમોડિટી ડેરિવેટિવ્ઝ પર જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે.
વધુમાં, કપાસ, મકાઈ અને હળદરના ઉત્પાદન અને માર્કેટિંગમાં સામેલ ઓછામાં ઓછા 50 એફપીઓને નોંધણી કરાવવામાં આવશે અને ફ્યુચર્સ માર્કેટમાં વેપાર કરવા માટે સુવિધા આપવામાં આવશે. આ પ્રોજેક્ટનું મુખ્ય મથક પુણેમાં છે, અને રાજ્યભરમાં કામગીરી શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં તુવેરની ખરીદીની ચુકવણીમાં વિલંબથી ખેડૂતો ચિંતિત, જાણો કારણ શું?
‘હેજિંગ ડેસ્ક’ શું છે
‘હેજ’ એ એક એવું ઉપકરણ છે જે બાહ્ય જોખમો સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવે છે, જેમ કે ઘરનો દરવાજો, ખેતરની વાડ. ભાવમાં વધઘટથી ઉદ્ભવતા જોખમો સામે રક્ષણ આપવા માટેની આ પણ એક પ્રકારની વાડ છે, જેને ‘હેજિંગ’ કહેવામાં આવે છે. ‘હેજિંગ’નો મુખ્ય હેતુ ભવિષ્યમાં ભાવ ઘટાડાથી ઉદ્ભવતા જોખમને ઘટાડવાનો છે. ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ લેવા માટે ઓપ્શન ટ્રેડિંગનો ઉપયોગ કરી શકાય છે. વિશ્ર્વ બેંકની સલાહ અને પ્રોજેક્ટ અમલ યોજના અનુસાર, ખેડૂતો અને કૃષિ-પ્રક્રિયા કંપનીઓને કૃષિ પેદાશોના ભાવમાં ઘટાડાનું જોખમ ઘટાડવા માટે વાયદા બજારમાં ભાગ લેવામાં મદદ કરવા તેમજ તેમને આ સંદર્ભમાં માર્ગદર્શન અને તાલીમ આપવા માટે ‘હેજિંગ ડેસ્ક’ શરૂ કરવામાં આવ્યું છે.